તારીખ:૧૫/૩/૨૧,
સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી આજે બિહાર માટે 1 હજાર ટન જેટલી ડુંગળી રવાના કરવામાં આવી છે. ગોંડલમાંથી સૌપ્રથમ વખત રેલવે મારફતે 21 જેટલી રેક ભરીને ડુંગળી બિહારના પુર્નિયા માટે રવાના કરવામાં આવી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડની કંપની કેવિન ટ્રેડિંગ કંપનીએ બિહારની શ્રી લક્ષ્મી ટ્રેડર્સને આ ડુંગળી મોકલી હતી. રેલવે દ્વારા યોગ્ય સુવિધા મળી રહે તે માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ રેલવે તંત્રને રજૂઆત પણ કરી હતી. ત્યારે વેપારીઓને પુરતી સુવિધા મળી રહેતા વેપારીઓમાં પણ ખુશી જોવા મળી હતી.
થોડા દિવસ પૂર્વે ધોરાજીમાંથી 47 જેટલી રેક અને 4 હજાર ટન ડુંગળી ઓડિસામાં મોકલવામાં આવી હતી. આ વર્ષે સૌરાષ્ટ્રમાં વિવિધ જણસીનું વિપુલ ઉત્પાદન થયું હતું. વિવિધ રાજ્યોમાં ખેત ઉત્પાદન મોકલવામાં આવી રહ્યા છે. અહીં સારા ભાવ મળતા ખેડૂતો ખુશ ખૂશાલ છે. ગોંડલથી રેલવે દ્વારા યોગ્ય સુવિધા મળી રહે તે માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ રેલવે તંત્રને રજૂઆત પણ કરેલી છે.