નિરાંત હી નિરાંત
ઉઠ, જાગ, અધિકાર આઝાદી માંગ, કતારો મે જીના છોડ દે
દર્દ સહના હોગા,મર્દ બનના હોગા, હિજડો કે સહારો મે જીના છોડ દે
ઠેરઠેર લાંબી લાઇનો લાગી છે,નિદાન થી લઈ નિધન સુધી, મૃતદેહ લેવા કે મરણદાખલા માટે.આ કતારો મા નજરે પડે છે માત્ર ને માત્ર દર્દી રૂપે દરિદ્રનારાયણ, માયુસ ચહેરા, ઉદાસ આંખો, ચીંથરીયા ચીર ને જર્જરિત શરીર, તરફડતા દેહ, વરસતી આંખો..ડૂસકા,ડૂમો, બુમો ને આક્રઁદ….જેણે આ દ્રશ્ય જોયા હોય એને ભાષણ હવાઇ કિલ્લા ધ્વંસ થયા વિના ના રહે ને વિકાસ ની હવા નો ફટાકયો જ થાય. નાસીપાસ સરકાર, નાપાસ સિસ્ટમ,સાસુ વહુ ની સિરિયલ જેવા દોષારોપણો, મરીજ રામભરોસે યા રામનામ સત્ય ના પંથે,તંત્ર રાંડીરાંડ નું ખેતર ને બાવો રખોલિયા જવું નધણિયાતુ,પ્રજા બિચારી, બેબસ,….હાથ ના કર્યા હૈયે વાગ્યા કરે તો ય કરે શું?
અન્ય શહેરો જેવી જ કૈંક અંશે હાલત ખંભાલિયા ની સરકારી હોસ્પિટલ ની છે. આ હોસ્પિટલ મા કોરોના ની સારવાર…અંહી ખાટલો મળી જાય એટલે જાણે ભગવાન નો ખોળો મળ્યો!!!! આ હોસ્પિટલ “ચણાઇ” ત્યાર થી ચર્ચાઇ છે અંહી કોવિડ નું મુખ્ય મથક એટલે “વઢકણી વહુએ છોકરો જણ્યો”. સારવાર કરતા તકરાર વધું જોવા મળે છે.બિમાર હોસ્પિટલ પાસે દવા ની અપેક્ષા રાખવી એટલે વૈશ્યા પાસે થી વફાદારી આશા રાખવી, તાવ માથું ને ઉધરસ નો ઇલાજ કરતી એ ખુદ સમસ્યાઓ નું કેન્દ્ર છે ત્યા કોઈ મહામારી નો ઇલાજ માંગવો એટલે હાથી ને ઉડાડવો…ટુંક મા ખંભાલિયા ની આ હોસ્પિટલ ને દર્દી ને જોઇ ને એવી લાગણી જન્મે જેમ લાલ રંગ જોઈ ને ખંભાલિયા ના ખૂંટિયા ભડકે .
દેવભૂમિ દ્રારકા મા હમણા યમદુત ના ઉતારા હોય, એમ શ્મશાને લાંબી કતારો અને લાકડા ખૂટી પડે એટલા મરણ નીપજયા, પણ ખાટલે મોટી ખોટ ભય ના ભણકારા ની ભીતિ હોવા છતા નપાણિયા નેતા ને નપુંસક તંત્ર હાથ પર હાથ ધરી બેસી રહયા આજે દરેક દવાખાના ” હાઉસફૂલ ” અંહી ફૂલ નો કોઈએ બીજો અર્થ લેવાનો નથી!!! દવા નથી, દાકતર ઓછો, ઓકિસજન ની કમી આતો રોજની બૂમરાણ છે પણ ખંભાલિયા ના હોસ્પિટલ હેડ પાસે શું માનવતા પણ નથી? કાલે ઘણાબધા દર્દીઓ દવાખાનામાં ના દરવાજે તરફડીયા મારતા હતા પણ સાહેબો ની સંવેદનશીલતા બધિર બની ગઇ હોય, મામકાવાદ ને સગાવાદ ના સાપોલિયા સતાના જોરે સાપ બની ફૂફાડો મારતા હોય છે.”રસહિન ધરા થઇ દયાહિન થયો નૃપ” કાલે અમારા કાર્યાલયે ઓકિસજન નું ખૂબ ઓછું લેવલ ધરાવતા દર્દી ના સ્વજન નો ફોન આવ્યો અમે હોસ્પિટલો સંપર્ક કર્યો, સમય 1:22 . સાહેબ નો સૌમ્ય જવાબ, દર્દી નું નામ આપો, અમે આપ્યું. ચાલીસેક મિનિટ પછી ફરી ફોન કર્યો કે દવાખાનામાં તરફ થી કોઈ સગવડ થઇ નથી, સાહેબે કહ્યું “કરાવું ” છું છેક….છેલ્લે ત્રીજો ફોન 3:40 ની આજુબાજુ હવે સાહેબ નો પિતો ગયો, ગુસ્સો, જુસ્સો, અને કોઇનો નશો ..ગાજતો હતો, દર્દી હવા માંગતો હતો સાહેબ “વાવડો” પ્રદર્શિત કરતા હતા, બીમાર ને ગોળી ની જરુર હતી સાહેબ પ્રશ્નો નો “ગોળીબાર” કરતા હતા. મરીજ ઓકિસજન માંગતો તો સાહેબ “વરાળ” કાઢતા. સાહેબે સરકાર ને સિસ્ટમ ને બે હાથે બચાવી જેમ કોઈ અબળા નીજ આબરૂ બચાવે એવા જોરથી પણ જનતા ને આડેહાથ લીધી. સાહેબો નો હુકાંર, ના સિસ્ટમ ના સરકાર, કોરોના ની કતાર માટે જનતા જ જવાબદાર. સાહેબે ફોન પર નિદાન ને બદલે ગીતા ગ્યાન આપવાનું ચાલું કર્યું .અમેરિકા ઈટલી જેવા વિકસીત દેશો ના ઉદાહરણ આપી હૈયાધારણ આપી જાણે તરસતા માણસ ને નકશા ના દરિયા બતાવ્યા .ચૂટણી ,સભા અને રેલીઓ મા શું કામ જવું જોઈએ એવી સુફિયાણી સલાહો પણ આપી અને ” અંહી મરો? એના કરતા ઘરે મરતા હોય તો એવો કહેવા નો આશય પણ હોય એવું એમની વાતચીત પરથી લાગ્યું. જનતા રામભરોસે? એવા અમારા સવાલ ના જવાબ મા કયું કે તમારે જે છાપવું હોય એ છાપો તમારે તો મસાલો જોઇએ છે જાણે અમે કોક ની મરણ સૈયા ને અમારી સ્ટોરી બનાવતા હોઇએ, ચોથી જાગીર એટલે હવન મા હાડકા નાખતી તાડકા છે? શું એ ભીડ નો ભાગ છે, શું કોઈ ના આંસુ એ અમારી આજીવિકા કા છે,? શું આ સેવાના કામમા ખલેલ કરવી એ અમારો ખેલ છે? સાહેબ પેપર ને પસ્તી, મિડિયા ને કાગારોળ, અખબાર ને દલાલ, છાપાવારા ને ” છપનીયા” કે છકકા સમજે છે.? રાત દિવસ જોયા વગર, આ મહામારી મા જયાં ઘરના માણસો પણ એકબીજાને અડતા ગભરાય, મંત્રીઓ, સંત્રીઑ ઘરમા ભરાયા છે ત્યારે પત્રકારો ને તંત્રી ઓ આ કાળમુખા કોરોના સામે વીરતા થી લડી જનતા નો અવાજ બને છે “” નથી મફત મા મળતા એના મૂલ ચુકવવા પડતા સંતો ને સંતપણા ભાઇ નથી મફતમાં મળતા “” એક એસી. ઓફિસમાં બેસી ને બોલવું સહેલું છે ટાઇ ને કોટ ઉચકવા સહેલા કેમેરા ને કલમ નો બોજ ગોવર્ધન ઉચકવા બરાબર છે, હા હોય શકે તમે પણ ચોમેર ના કકળાટ કે કોઈ સતાધીશ થી પરેશાન હોય શકો, તમારે દિલ થી નહિ દિમાગ થી કામ લેવાનું હોય છે, અમે જેને સ્વજન કહીએ એને તમારી ભાષા મા શરીર કહેવાય,દિકરા ને મન જે ડેડી હોય એ ડોક્ટર ને મન “ડેડ” હોય શકે કામ નો બોજ, એવું ઘણું બધું આકોશ, માટે જવાબદાર છે પણ સંવેદનશીલતા નો અભાવ પણ એક બીમારી છે એ ના ભૂલવું જોઇએ આપણે આજે આ રાષ્ટ્રીય આપદા વખતે એકબીજા સાથે રહેવાનું છે ” સામે” નહિ .ભગવાન જેટલો ભરોસો મૂકી ને દર્દી ઓ આવતા હોય છે આપ દેવદૂત છો એજ રહો યમદુત ના બનો. માણસ માટે કહી શકાય જીવો અને જીવવા દો પણ તમારા માટે જીવો અને જીવાડો આ સલાહ નથી પણ સંવેદના છે . કાલની વાત નો ” બદલો નથી પણ જરા સૌ બદલો એવું સમજજો
“”” ભગવાન ઉતર્યો છે શ્વેત લિબાસ મા, હવે જમીન પર રહે છે, નથી રહેતો આકાશ મા””