Gujarat News9
Other ખેતી વિષયક ગુજરાત રાજકારણ સમાજ સેવા

ભારે વરસાદથી થયેલ નુકશાનનું વળતર આપવા કોંગ્રેસની માંગ

ધંધુકા તાલુકામાં ભારે વરસાદથી થયેલ નુકશાનનું વળતર આપવા કોંગ્રેસની માંગ

ચાલુ વર્ષે ધંધુકા તાલુકામાં કપાસ, તલ, જુવાર નું વાવેતર ખુબજ મોટા પ્રમાણમાં કરવામાં આવેલ હતુ .આ ઉપરાંત ધંધુકા તાલુકામાં ચણા પકવતા ખેડૂતો દ્વારા ગામડાઓમાં પણ ઓછા વરસાદનાં કારણે કપાસનું વાવેતર ખુબજ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હતુ. પરંતુ પાછેતરા વરસાદ પડવાના કારણે કપાસ તથા અન્ય પાકો સદંતર નિષ્ફળ ગયેલ છે ખેડૂતોએ કરેલો ખર્ચ પણ ખેડુતોને માથે પડયો છે.ત્યારે ધંધુકા કોગ્રેસ સમિતિ દ્વારા તાલુકાના દરેક ગામોમાં સર્વે કરીને જે ખેડુતોને નુકશાન થયેલ છે તેવા દરેક ખેડૂતોને નુકશાનનું વળતર આપવા ધંધુકા તાલુકા કોગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવીને સહાય આપવા માંગ કરેલ છે.આ પ્રસંગે ધારાસભ્ય રાજેશ ગોહિલ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વનરાજ સિંહ ચાવડા, શહેર કોંગ્રેસ પ્રમુખ ઉસ્માન ભાઈ દેસાઈ તથા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ઉપસ્થિત રહયા હતા.

રિપોર્ટ:- આશાબેન ટીંબલીયા ધંધુકા

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

શહેરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પુર્વ કૃષિ મંત્રી……….

Gujrat News9

સહયોગ એજયુકેશન ટ્રસ્ટ સમી દ્વારા પ્લમ્બર દિવસ ની ઉજવણી કરવા માં આવી

Gujrat News9

પત્ની રિસામણે હોઈ તેને મળવા ગયેલ ખેંગારભા નામના શખ્સને આંખમાં ચટણી નાખી ઢીમ ઢાળી દીધું..

Gujrat News9

Leave a Comment