આજથી શરૂ થયુ ગ્રેડ પે મુદ્દે પોલીસ મહા આંદોલન મા ગુજરાત દરેક પોલીસ કર્મચાઈઓએ પોતાના વોટ્સઅપ સ્ટેટ્સ તથા DP ફોટા મા ગ્રેડ પે મુદ્દે મહા આંદોલન ચલાવ્યું છે.
ગુજરાત ખૂણે ખૂણે પોલીસ કામ કરતી પોલીસ દ્વારા ગ્રેડ પે મુદ્દે આંદોલન કરવામાં આવી રહ્યું છે.
પોલીસ કર્મચારી ઓના સપોર્ટ મા હવે આમ જનતા ને પણ સપોર્ટ કરવો જોઈએ, કારણ કે પોલીસ નો વિભાગ જ માત્ર એક એવો વિભાગ છે જેનો કોઈ સમય નક્કી નથી હોતો. પોલીસ ને કોઈ સમયે ઓન ડ્યુટી જ જોવા મળશે. જ્યારે પણ પોલીસ ની વાત કરવામાં આવે તો લોકો એમને ભ્રષ્ટાચાર ની નજરે જોવે છે પણ એક આમ આદમી ના નજરે નથી જોતું.
સામાન્ય પોલીસ કોસ્ટબલ નો પગાર 18000 થી 20000 હોય પરંતુ આ પગાર મા તે ચોવીસ કલાક ચાલુ નોકરીએ જ હોય છે. એક સામાન્ય માણસ પ્રાઇવેટ નોકરી કરે છે તો તે વધારે માં વધારે 10 કલાક નોકરી ના 25000 પગાર લે છે. જયારે પોલીસ ને ચોવીસ કલાક ચાલુ નોકિરીએ રહેતા હોવા છત્તા માત્ર નવા માત્ર 20000 જ પગાર આપવામાં આવે છે જે પોલીસ કર્મચારી ઉપર દમણ થતું તેવો પણ દેખાઈ આવી રહ્યું છે.
પોલીસ કર્મચારી મેં ના શિયાળા ની સિઝન મા ઠંડી દેખાય છે, ઉનાળાની સિઝન મા ના ગરમી દેખાય છે, અને ચોમાસા ની સિઝન મા તો ચાલુ વરસાદ મા પણ નોકરી કરતા હોય છે એમને એક વર્ષના 365 દિવસ માંથી એક દિવસ રજા મળતો નથી.
પોલીસ મા નોકરી લાગ્યા પછી એ પોલીસ કર્મચારી ઘર ના સબંધ સાચવી શકે છે ના તો બહાર ના સગા સંબંધી ને સબંધ સાચવી શકે છે.
પોલીસ ની આ વ્યથા કોને ખબર હોય?
જે પોલીસ પાર ભ્રષ્ટાચાર ના આરોપ લગાવે છે તેઓએ માત્ર એક મહિનો આ પોલીસ ની નોકરી કરી સાબિત બતાવવું કે અહીં કેટલો ભ્રષ્ટાચાર છે અને કેટલી જવાબદારી વાળી નોકરી છે.
આજે જે પોલીસ દ્વારા મહા આંદોલન ચલાવવા મા આવી રહ્યું છે તે તેઓ હડતાળ, રસ્તા રોકો જેવો આંદોલન કરી શકે છે પરંતુ તેઓ પ્રજા માટે થઈ કોઈ હડતાળ નથી કરતા.
આપ સૌ ને વધારે તો નથી કહેતો પરંતુ આપ કઈ ના કરી શકો તો માત્ર પોતાના વોટ્સઅપ પર મહા આંદોલન નું એક સ્ટેટ્સ જરૂર મુકજો.