ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતો એક કિસ્સો અરવલ્લી જીલ્લામાં પોલીસ ચોપડે નોંધાતા જિલ્લામાં ચોરે ને ચૌટે ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે અરવલ્લી જિલ્લામાં ૩૧મી ડિસેમ્બર ના રોજ દારૂની મહેફિલ માણતા બે નાયબ મામલતદારો પૈકી એક બાયડ મામલતદાર કચેરીના ઈ-ધરા નાયબ મામલતદાર અને બીજો મોડાસા પ્રાંત કચેરી નો નાયબ મામલતદાર માલપુર તાલુકાના અણિયોર ગામમાં દારૂની મહેફિલ માણતા ડીવાયએસપી ભરત બસિયાના દરોડામાં રંગેહાથ ઝડપાઈ જતાં જીલ્લામાં ચકચાર મચી જવા પામી છે વધુ પ્રાપ્ત વિગતો મુજબ 31, ડીસેમ્બર હોવાના કારણે અરવલ્લી પોલીસ દ્વારા ઠેર-ઠેર નાકાબંધી કરી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
નાયબ પોલીસ અધિક્ષક મોડાસા ભરત બસિયા તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને મળેલી ખાનગી માહિતી પ્રમાણે તેઓએ માલપુર તાલુકાના અણિયોર ગામમાં દારૂની મહેફિલ ચાલુ હોવાની બાતમી આધારે દરોડો કરતા ખુદ કાયદાના રક્ષક એવા બે નાયબ મામલતદાર દારૂનું સેવન કરતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા ઝડપાયેલા નાયબ મામલતદારોમાં મોડાસા પ્રાંત કચેરીના નાયબ મામલતદાર જૈમીન બાબુલાલ પટેલ અને બાયડ મામલતદાર કચેરીના ઇ -ધરા નાયબ મામલતદાર નિલેશભાઇ અરવિંદભાઈ પટેલ નશીલી હાલતમાં ઝડપાઈ જતા બંને નશાખોરોની પોલીસે ધરપકડ કરી માલપુર પોલીસ મથકે પાર્ટ સી પ્રોહી એક્ટ કલમ ૬૬(૧),બી, ૮૧ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ:- ભૂપેન્દ્રસિંહ ઝાલા, અરવલ્લી