Gujarat News9
Other અખબારી યાદી કચ્છ ગુજરાત ટેકનોલોજી રાજકારણ વેપાર હેલ્થ

કચ્છના મૂંદ્રામાં સ્થપાશે ઇન્ટીગ્રેટેડ સ્ટિલ મિલ અને અન્ય સહયોગી પ્લાન્ટ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલોબરેશન વચ્ચે ગાંધીનગરમાં MOU સંપન્ન થયા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલોબરેશન વચ્ચે ગાંધીનગરમાં થયેલા MOU અંતર્ગત કચ્છના મૂંદ્રામાં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ મિલ અને અન્ય સહયોગી પ્લાન્ટની સ્થાપના થશે.

આ પ્લાન્ટ અંદાજે રૂપિયા ૩૭,પ૦૦ કરોડના સૂચિત રોકાણ સાથે આકાર પામશે તેમજ ૩૪૦૦ થી વધુ લોકોને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટની તકો પૂરી પાડશે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રર સંદર્ભે રાજ્યમાં વધુ રોકાણો પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર અને POSCO-અદાણી વચ્ચે આ MOU થયા છે*.
*પાંચ મિલીયન ટન કેપેસિટીનો આ સૂચિત ઉત્પાદન પ્લાન્ટ ર૦ર૬ સુધીમાં કાર્યરત થશે. એટલું જ નહિ, ગ્રીન એનર્જી સાથેનો આ સ્ટિલ પ્લાન્ટ બનશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં આ MOU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા અદાણી ગૃપના સી.ઇ.ઓ શ્રી કરણ અદાણીએ હસ્તાક્ષર કર્યા હતા.

આ વેળાએ POSCO ઇન્ડીયાના સી.એમ.ડી, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન તેમજ વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટ:- ઇમરાન અવાડિયા, મુંદ્રા કચ્છ

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

એવી છોકરીઓને મળો જેઓ તેના નામ પર ૧૫ વર્લ્ડ રેકોર્ડ ૭૦૦+ એવોર્ડ અને ૨૩ માનદ ડોક્ટરો ની ડિગ્રી ધરાવે છે

Gujrat News9

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી -૨૦૨૧ જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ

Gujrat News9

કેશોદ શહેરમાં શહીદ દિને મશાલ રેલી કાઢી દેશભક્તિ ભર્યું વાતાવરણ સર્જાયું

Gujrat News9

Leave a Comment