અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે શહેરની મોર્ડન હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થી ભાઈ-બહેનો ને વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ ગરીબ નવાઝ રીલીફ કમિટીના પ્રમુખ હબીબભાઈ મોદન અને ટ્રુસ્ટીઓ દ્વારા યોજવામાં આવ્યો હતો.
જેમાં ધંધુકા શહેર ઉપરાંત ગલસાણા, રોજકા, પડાણા, સહિતના એક હજાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગરીબ નવાઝ રીલીફ કિંમટી દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવેછે.
ઉપરાંત સમાજ સેવાની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે નોટબુક વિતરણ કાર્યક્રમ ની સાથે ૧૪ બહેનોને સિલાઇ મશીન પણ આપવામાં આવ્યા હતા.
ગરીબ નવાઝ રીલીફ કમિટી આયોજિત કાર્યક્રમમાં પ્રમુખ
તથા મોર્ડન હાઇસ્કુલના પ્રિન્સિપાલ તથા હાઇસ્કુલ નો સમગ્ર સ્ટાફ તથા આમંત્રિત મહેમાનો એ વિશાળ સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટ:- આશાબેન ટીંબલીયા ધંધુકા