વિજયનગરની કોડીયાવાડા મહિલા દૂધ મંડળીમાં ચોક્કસ સભાસદોને જ ગેરકાયદે ભાવ વધારો ચૂકવી દેતા હોબાળો સાધારણ સભામાં મામલો ગરમાતાં દૂધ ઉત્પાદકોએ મંડળીને તાળા માર્યા.મંડળીને તાળાં મારતાં સેક્રેટરીએ દૂધ ન સ્વીકારતાં 75 % દૂધ..
ઉત્પાદકો દૂધ ભરાવ્યા વિના પરત ફર્યા વિજયનગરના કોડીયાવાડા મહિલા દૂધ ઉત્પાદક મંડળી દ્વારા ચોક્કસ સભાસદોને ચેરમેન અને સેક્રેટરીના મેળાપીપણાંથી ગેરકાયદે ભાવ વધારો ચૂકવતા શનિવારે સાંજે મળેલી મંડળીની વાર્ષિક સાધારણ સભા તોફાની બની હતી.જેમાં દૂધ ઉત્પાદકોએ મંડળીના મકાનને તાળા મારતાં રવિવારે સવારે દૂધ ભરાવા આવેલા લોકોનું દૂધ લેવા સેક્રેટરી કે કોઈ અન્ય કર્મચારીઓ હાજર ન રહેતા 75 ટકા દૂધ ઉત્પાદકો પોતાનું દૂધ લઈ ઘરે પરત ફર્યા હતા. દૂધ ઉત્પાદક મંડળીના સભાસદ ચંદ્રેશભાઇ પટેલ, નાનજીભાઈ કપુરાજી પટેલ સહિતના સભાસદોએ જણાવ્યુ કે કોડીયાવાડામાં મહિલા દૂધ મંડળીમાં ચેરમેન ગૌરીબેન પટેલ, સેક્રેટરી બાબુભાઈ પટેલ અને કમિટી સભ્યોએ મેળાપીપણાાંથી ચોક્ક્સ સભાસદોના ખાતામાં અને કેટલાકના ડમી ખાતા બનાવી તેમના ખાતામાં દૂધના વધારાનાં નાણાં નાખી ઉચાપત કર્યાનું ગામ લોકોને ધ્યાને આવતા શનિવારે સાંજે મળેલી સાધારણ સભામાં સભાસદોએ આ મામલે અવાજ ઉઠાવતા મામલો બિચક્યો હતો..
ગામના કેટલાક લોકોએ સાંજે દૂધ ભરાવ્યા બાદ મંડળીના મકાનને તાળાબંધી કરતા આજાણ ગામના દૂધ ઉત્પાદકો રવિવાર સવારે દૂધ ભરાવવા આવતા દૂધ લેવા સેક્રેટરી બાબુભાઈ કે ટેસ્ટર કોઈ હાજર ન રહેતા દૂધ ઉત્પાદકો પોતાનું દૂધ લઇ ઘરે પરત ફર્યા હતા.ખુલાસો ચેરમેન ગૌરીબેનના કહેવાથી રવિવારે દૂધ સ્વીકારવા ડેરી એ ગયો ન હતો: સેક્રેટરીમંડળીના સેક્રેટરી બાબુભાઈએ જણાવ્યું કે દૂધનો ભાવ વધારો વર્ષ 2021 અને 2022 નો વર્ષમાં ચૂકવાયો હતો. જે હિસાબી વર્ષ પૂર્ણ થયાના ત્રણ મહિના બાદ કૌભાંડ કર્યું હોવાનું જણાવી સભાસદોએ ડેરી શનિવારે તાળાં મારતાં મેં મંડળીના પેટા કાયદા અનુસાર અને ચેરમેન ગૌરીબેનના કહેવાથી રવિવારે દૂધ સ્વીકારવા ડેરી એ ગયો ન હતો કે કોઈ અન્ય કર્મચારીનો હાજર રહ્યા ન હતા..
સાબરડેરીના ચેરમેનને રજૂઆત કરાશેકોડિયાવાડા દૂધ ડેરીમાં રવિવારે વહેલી સવારે દૂધ ભરાવવા આવ્યા જ્યાં તાળા જોઈ અમો આશ્ચર્યમાં પડી ગયા હતા.શનિવારે સાંજે મળેલી સાધારણ સભાની બેઠકમાં થયેલા કૌભાંડ ના હોબાળાની જાણ થતાં મંડળીના સેક્રેટરી બાબુભાઈ અને કમિટી દ્વારા ગત 20 વર્ષ થી કૌભાંડ કરી દૂધ ઉત્પાદકોને ભાવ વધારો આપવામાં અન્યાય કરવામાં આવી રહ્યો છે.જેની તપાસ થાય તે માટે અમો સાબરડેરીના ચેરમેનને લેખિત રજૂઆત કરવાનો પણ અમો સભાસદોએ નિર્ણય કર્યો છે. નાનજીભાઇ કપુરાજી પટેલ, સભાસદ ચેરમેને કૌભાંડ બાબતે કોઇ જ સ્પષ્ટતા ન કરી..
ડેરીના ચેરમેન ગૌરીબેનનો સંપર્ક સાધતાં કૌભાંડ બાબતે કોઈ સ્પષ્ટતા નહી માત્ર સાધારણ સભાના હોબાળા મામલે જ પોતાની વાત દોહરાવી હતી. ચેરમેન-સેક્રેટરી કમિટી સભ્યોનું કૌભાંડ ચેરમેન સેક્રેટરી કમિટી સભ્યોએ ભેગા મળીને કૌભાંડ આચાર્યું છે.જેમાં 14 સભાસદોને ગેરકાયદે નાણાં જમા કરાવવા આવ્યા છે.જેમાં1 ભેંસવાળા સભાસદને 73 હજાર,જ્યારે 2 ભેંસ 1 ગાય વાળા છે.>ચંદ્રેશ બાબુલાલ પટેલ,સભાસદ સભાસદના દૂધનો ભાવ વધારો 1, 40,000 ચૂકવી કૌભાંડ આદર્યુ.
બ્યુરો રિપોર્ટ:- ચંદુભાઈ પટેલ