ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોલૈયા ગામના વતની અને હાલ અમેરિકા નિવાસી અશોકકુમાર કેશુભાઈ પ્રજાપતિના માતુશ્રી કૈલાસબેન ૭૫ વર્ષની જૈફ વયે અમેરિકા સ્થાયી થવા જઈ રહ્યા છે ત્યારે તેઓને વિદેશ ગમનની શુભેચ્છાઓ પાઠવવાનો એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.
સ્વ. ડૉ. કેશુભાઈ સેંધાભાઈ પ્રજાપતિના પરિવાર તરફથી કલોલ સ્થિત કપિલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં અભિષેક હોમ-હવનનો પુનિત પાવન પ્રસંગ યોજવામાં આવ્યો હતો.
સોલૈયા પ્રજાપતિ પરિવારના સ્નેહીજન દ્વારા અ. સૌ. કૈલાસબેનને હ્રદયસ્થ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
કપિલેશ્વર મહાદેવ મંદિરના સંતશ્રી પૂર્ણાનંદ સ્વામીશ્રી અને સત્યનારાયણ મંદિરના સંતશ્રી રામ મનોહરદાસની અભિપ્રેરક ઉપસ્થિતિમાં કૈલાસબેનનું હૂંફાળું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું.
સ્વ. ડૉ કેશુભાઈ પ્રજાપતિના પરિવાર તરફથી સમારોહમાં ઉપસ્થિત સર્વે સ્નેહીજનોને ભેટ અર્પણ કરવામાં આવી હતી એમ એક અખબારી યાદીમાં રાકેશ પ્રજાપતિ જણાવે છે.
રીપોર્ટ:- રાકેશ પ્રજાપતિ, માણસા