જીલ્લામાં દારૂની પ્રવ્રુત્તિઓ સદંતર નેસ્ત નાબુદ કરવાના હેતુસર દારૂબંધીની કડક અમલવારી સારૂ પોલીસ મહાનિરિક્ષકશ્રી અમદાવાદ વિભાગ તથા પોલીસ અધિક્ષકશ્રી અમદાવાદ ગ્રામ્ય તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાણંદ વિભાગ નાઓએ જિલ્લામાં વધુમાં વધુ પ્રોહીના કેસો શોધી કાઢવા સુચના આપેલ જે અનુસંધાને ખાનગી રાહે બાતમી મળેલ કે એક સફેદ કલરની ટ્રક જેની પાછળના ભાગે લાલ કલરની બંધ બોડી જેનો નંબર GJ-06-XX-6215 મા કેટલાક ઇસમો વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાન થી ભરી બાકરોલ સર્કલ થઇ વડોદરા તરફ લઇ જનાર છે અને આ વિદેશી દારૂ ભરેલ ટ્રકની આગળ એક સ્વીફ્ટ કાર નંબર GJ-06-5-1691 માં કેટલાક ઇસમો પાઇલોટીંગ કરી રહેલ છે.
જેથી પંચો સાથે અસલાલી પોલીસ સ્ટાફના માણસો સાથે બાકરોલ સર્કલ તથા બાકરોલ ટોલટેક્ષ નજીક વોચ તપાસ ગોઠવી સફળતા પુર્વક બંન્ને ગાડી પકડી ટ્રકમાં તપાસ કરી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો વાળી પેટી નંગ ૫૦૧ બોટલ નંગ-૧૧૩૭૬/- કી.રૂ.૨૯,૭૭,૨૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૬ કી.રૂ.૩૫,000/- તથા ટાટા ટ્રક નંબર GJ-06-xX-6215 કી.રૂ.૭,00,000/- તથા મારૂતી સુઝુકી સ્વીફ્ટ કાર નંબર GJ-06-S 1691 કી.રૂ.૫,00,000/- તથા રોકડ રકમ રૂ.૫,૪૦૦/- મળી કુલ રૂ.૪૨,૧૭,૬૦૦/- નો મુદામાલ કબ્જે કરી પકડાયેલ ચારેય આરોપી વિરુધ્ધ ધોરણસર તપાસ હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી.
(૧)માધુસિંગ દેવીસિંગ રાજપુત (સીસોદીયા) હાલ રહે-ગણેશાય રેસીડન્સી, સંતરામવાડીની બાજુમાં, કરમશદ આણંદ મુળ રહે-પ્રતાપનગર બસ્સી ગામ, તા.સલ્લુમ્બર જી.ઉદેપુર રાજસ્થાન (૨) ગોવિંદભાઇ મોતીભાઇ સાખલા(માળી) રહે-મન ૬૬ ગ્રીન પાર્ક સોસાયટી, પ્રાતિજ પોલીસ સ્ટેશન સામે, તા. પ્રાતિજ જી.હીમતનગર મુળ રહે- ભાદકાબેરા, ચોપાસણી રોડ તા,જી.જોધપુર સીટી ઉમેદસાગર બંધની પાસે, જોધપુર
(૩) હરીરામ ચેતનરામ ચૌધરી રહે-સોડીયાર ગામ તા.ચોહટન જી.બાડમેર રાજસ્થાન
(૪) સુરેશ નરસીગરામ ચૌધરી હાલ રહે-રેલ્વે કોલોની ક્વાર્ટર, લક્ષ્મી સિનેમા સામે, બાડમેર સીટી મુળ રહે-ખડીન તા રામસર જી.બાડમેર રાજસ્થાન
વોન્ટેડ આરોપીઓ
(૫) ગોપાલ જાટ રહે-સિરોહી જીલ્લો (૬) યુવરાજ સિંધી રહે-વારસીયા વડોદરા સીટી
રિપોર્ટ:- આશાબેન ટીંબલીયા ધંધુકા