Gujarat News9
Other અખબારી યાદી અમરેલી ગુજરાત સમાજ સેવા હેલ્થ

લીલીયા મોટા ખાતે સર્વરોગ મહા નિદાન કેમ્પ યોજાયો

આજ રોજ લીલીયા મોટા ખાતે નેત્ર ચિકિત્સા ટ્રષ્ટ આયુર્વેદ હોસ્પિટલ અમરેલી તેમજ ડાયમંડ એસોસિયન લીલીયા મોટા ના સયુંકત ઉપક્રમે સર્વ રોગ મહા નિદાન અને ચિકિત્સા કેમ્પ નું આયોજન લીલીયા મોટા ઉમિયા માતાજી ના મંદિરે કરવા માં આવેલ.

જેમાં ગેસ એસીડીટી કબજિયાત ડાયાબિટીસ બીપી થાઈરોડ હરસ મસા ભગંદર ડાયાબીટીસ બીપી થી આંખ ના પડદા ની અસર જેવા અનેક રોગો નો ઇલાઝ તેમજ દવા ફ્રી આપવા માં આવેલ.

આ કેમ્પ માં અંદાજીત 230 જેવા દર્દી ઓ એ સારવાર લીધેલ જ્યારે કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ડાયમંડ એસોસિયેશન દ્વારા જહેમત ઉઠાવવા માં આવેલ.

જેમાં ઉપસ્થિત લીલીયા ડાયમંડ એસોસિએશન ના પ્રમુખ ભુપત ભાઈ ધામત રાજુ ભાઈ ધામત અજય માળવીયા મનુભાઈ ધામત વિનુભાઈ સનાળિયા હર્ષદભાઈ વોરા શ્રી ઉમિયા મંદિર ટ્રષ્ટ ના પ્રમુખ બાબુભાઈ ધામત મનસુખ ભાઈ ગાગંડીયા સહિત ના સ્વયં સેવકો ઉપસ્થિત રહેલ

રિપોર્ટ:- ઈમરાન પઠાણ, લીલીયા મોટા

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

તાઉતે વાવાઝોડાના પગલે હળવદ માં અઢી ઇંચ વરસાદ ખાબક્યો

Gujrat News9

સાવરકુંડલા માં શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર આરોગ્ય માટે બન્યું લોકો નો સહારો

Gujrat News9

કચ્છના પત્રકારો પત્રકાર એકતા પરિષદ માં જોડાયા

Gujrat News9

Leave a Comment