Gujarat News9
Other અખબારી યાદી ક્રાઇમ ગાંધીનગર ગુજરાત શૈક્ષણીક

ગાંધીનગર જિલ્લાના માણસા નગરની શૈક્ષણિક સંસ્થા શ્રી “સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટી” ના ઉપક્રમે આજરોજ સંસ્થાકીય વિકાસ અર્થે જાહેર ચર્ચા-વિમર્શનો એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.

1959થી માણસા પંથકમાં ઉચ્ચ શિક્ષણ માટે સતત ચિંતિત અને કાર્યરત એવી સદર સંસ્થાના પ્રમુખશ્રી સુનિલભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાયેલી સદર જાહેર ચર્ચામાં માનદ મંત્રીશ્રી ડૉ. વી. એન. શાહ, હર્ષદભાઈ જમનાદાસ ચોક્સી, પિલવાઈ કોલેજના આચાર્યશ્રી ડૉ. સંજય શાહ, કેમ્પસ ડિરેક્ટરશ્રી નવીનભાઈ વ્યાસ, ડેપ્યુટી કેમ્પસ ડિરેક્ટરશ્રી વિશ્વજીત રાઓલ, વિજ્ઞાન વિદ્યાશાખાના આચાર્યશ્રી ડૉ. જે. આર. શુક્લ, વિનયન-વાણિજ્ય વિદ્યાશાખાના આચાર્યા ડૉ. હાસ્યદાબેન પંડયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
માણસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી વિવિધ શાળાના આચાર્યશ્રીઓ, સારસ્વત મિત્રો અને સરપંચશ્રીઓની અભિપ્રેરક ઉપસ્થિતિમાં સંસ્થાના નવીન અભ્યાસક્રમની આવશ્યકતા, વિદ્યાર્થીના જીવન ઘડતર સંબંધી નવા કોર્સ શરૂ કરવા, બદલાતા સમય સાથે તાલમેલ બેસાડવા સબબના આયોજનો હાથ ધરવાં જેવાં અનેકવિધ મુદ્દાઓની સવિશેષ જાહેર ચર્ચા કરવામાં આવી હતી.
આગામી સમયમાં માણસા પંથકમાં આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિનાં શિખરો સર કરે એ અંગે તંદુરસ્ત ચર્ચા-વિમર્શનો સદર કાર્યક્રમ એકંદરે ખૂબ જ સુંદર, અનુકરણીય, પ્રેરણાદાયી અને આવકાર્ય બની રહ્યો હતો.

રિપોર્ટ:- રાકેશ પ્રજાપતિ, માણસા

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

મહુવા અને જેસર પંથકમાં આવેલો જીવન દોરી ગણાતો માલણ ડેમ ૧૦૦% ભરાયો

Gujrat News9

પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ.

Gujrat News9

બાયડ તાલુકાની અહમદપુરા ગ્રામ પંચાયત સતત ત્રીજી વાર બિનહરીફ થઈ

Gujrat News9

Leave a Comment