Gujarat News9
Other અખબારી યાદી ક્રાઇમ ગુજરાત વડોદરા

વડોદરા ગ્રામ્ય એલ.સી.બી પોલીસને મળેલી બાતમી ના આધારે વાહન ચોરી કરેલ મોટરસાયકલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને બાતમી મળી હતી કે વાઘોડિયા તાલુકાના જરોદ નાં ટાઉન મા રાત્રી દરમિયાન ચોરી થયેલ. આ મોટરસાયકલ ને લઈ ને એક શંકાસ્પદ ઈસમ છોટાઉદેપુર થી ડભોઇ તરફ આવી રહ્યો છે.


જેથી આ મળેલ પોલીસને બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય એલ.સી.બી પોલીસની ટીમ ડભોઇ પાસેના વેગા ની ચોકડી પાસે બોડેલી થી વડોદરા તરફ જતા ટ્રેક પર વોચમાં હતા.
ત્યારે તે દરમિયાન આ બાતમી વાળી મોટરસાયકલ લઈને એક ઈસમ આવતા તેને નાકાબંધી કરી ઝડપી પાડી.
તેની પૂછપરછ કરતા તેમજ મોટરસાયકલ અંગેના લગતા પુરાવાના દસ્તાવેજો માગતા. તેની પાસે થી મળી ન આવતા તેમજ સંતોષકારક પૂછપરછમાં જવાબ ન મળતા
આ મોટરસાયકલ સવાર ઈસમની વધુ તપાસ કરતા આ મોટરસાયકલ ચોરીનું હોય તેવું પૂછપરછમાં બહાર આવ્યું હતું. તેમજ વધુ પૂછપરછમાં તેની ઓળખ માં તેનું નામ ભારત ભાઈ બલસીંગભાઇ વસુનીયા રહેવાસી મધ્યપ્રદેશનો હોય તેવું જાણવા મળ્યું હતું.
જેથી વડોદરા ગ્રામ્ય. લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

વિધવા સહાય તથા મકાન સહાય માટે ધક્કા ખાઈ રહેલા વિધવા બહેનની વેદના.

Gujrat News9

કેશોદમાં આશા સંમેલન યોજાયું તાલુકામાં વધુ એક ખિલ ખિલાટ ફાળવવામાં આવી

Gujrat News9

કેશોદ:અગતરાય રસ્તા પર નીકળતી દલિત મહિલા પર હુમલો

Gujrat News9

Leave a Comment