Gujarat News9
Other અખબારી યાદી કચ્છ ગુજરાત દેશ વિદેશ નેશનલ રાજકારણ હેલ્થ

મુદરા મધ્યે CHC હોસ્પિટલમાં ડોક્ટરો ની ગટ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થતી નથી:- આમ આદમી પાર્ટી

મુદરા મધ્યે સી.એચ.સી ને જનરલ હોસ્પિટલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે જણાવ્યું હતું કે, ડોક્ટરાની ઘટ, રેગ્યુલર સમય સર ડોક્ટરો આવતા નથી, કલાકો સુધી લાઈન માં ઉભા રહેવું પડે છે અને ડોક્ટરો ની રાહ જોવાઈ રહી છે

રોગચાળો નિયંત્રણમાં કેવી રીતે આવશે?

મુદરા તાલુકા નાં લગભગ બાસઠ ગામડા છે તે ગામડાઓના દર્દીઓ રીક્ષા ભાડે કરીને આવે છે. આવી મોંઘવારી માં પ્રાઇવેટ ડોક્ટરો પાસે જવાની ફરજ પડી રહી છે.

મુદરા મધ્યે જનરલ હોસ્પિટલ ની સુવિધાઓ ઉપલબ્ધ નથી, સોનોગ્રાફી મશીન બંધ, એકક્ષરે મશીન ધુળ ખાય રહ્યાછે, કોઈ ટેકનીયશન નથી, ગાયનેક તબીબ ડોકટર પણ કાયમી નથી.

સરકારી દવાખાના મા પેરામેડિકલ સ્ટાફ ની ઘટ છે, છેલ્લા એક વર્ષથી ગાયનેક ડોકટર ની કમી છે, સગર્ભા/પ્રસૂતિ માટે મહિલાઓને પારવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે

આમ મુદરા નો વિકાસ વિશ્વ લેવલે નામના ધરાવે છે. ઉદ્યોગઓ આવેલા છે પણ વર્ષોથી આ મુદરા મધ્યે જનરલ હોસ્પિટલ બને જેમા એ ટુ જેડ સુવિધાઓ ઉપલબ્ધ થાય. એ ટુ ઝેડ ડોક્ટરો હાજર હોય તેવી વખતો વખત ગુજરાત સરકાર મુખ્યમંત્રી સાહેબ અને ગુજરાત સરકાર નાં આરોગ્ય મંત્રીને લેખીત રજુઆત કરવામાં આવી છે પણ અનદેખુ કરવામાં આવી રહ્યો છે. હાલ ભુજ મધ્યે માનનીય શ્રી વડાપ્રધાન મોદી સાહેબ પધાર્યા છે ત્યારે મીડિયા ના માધ્યમથી અરજ સાથે આમ આદમી પાર્ટી માંડવી વિધાનસભા સંગઠન મંત્રી સમા અબ્દુલ મજીદ દ્વારા જણાવાયું કે, લોકહિત ગરીબ પ્રજા કે મધ્યમ વર્ગના લોકોને આવી મોંઘવારી માં આરોગ્ય લક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે બાબતે રજૂઆત મુદરા મધ્યે જનરલ હોસ્પિટલ સામુહિક આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરી હતી.

રિપોર્ટ :- ઇમરાન અવાડિયા, મુન્દ્રા કચ્છ

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

માનવ મંદિર કોવિડ કેર સેન્ટર ટૂંક સમયમાં શરૂ કરવા સૂચનાઓ..

Gujrat News9

લીલીયા ના સરપંચ ની કામગીરી બિરદાવાઈ

Gujrat News9

જાહેર જનતા પાસેથી અભિપ્રાય અને સૂચનો મેળવવા માટે ભારતીય બંદર બિલ, 2020નો મુસદ્દો પ્રસ્તુત

Gujrat News9

Leave a Comment