Gujarat News9
Other અખબારી યાદી ગુજરાત જામનગર દેશ વિદેશ નેશનલ રાજકારણ શૈક્ષણીક

બહુજન સમાજ પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ મહોદય ને જામનગર જિલ્લા કલેકટર મારફતે આવેદન

તા.14 ઓગસ્ટ ના રોજ રાજસ્થાન નાં જાલોર માં બનેલ અતિ દુઃખદ ને કરુણ ઘટના કે 8 વર્ષ ના માસુમ ઈન્દ્ર મેઘવાળ નામ ના બાળક કે તેમના શાળા ના માસ્તર ના માટલા માં થી પાણી પી લેતા તે બાળક ને છેલશિંહ નામના માસ્તર દ્વારા ઢોર માર મારવામાં આવતા અંતે હોસ્પિટલ માં મુત્યુ થયું હતું. આ જાતિવાદી ઘટના 21 મી સદીમાં ભારત માટે ખુબજ શરમજનક છે. આ ઘટના ને બહુજન સમાજ પાર્ટી વખોડી કાઠે છે. આ ઘટના ના ભોગ બનેલા બાળક ઇન્દ્ર મેઘવાળ ને ન્યાય મળે તે માટે નરાધમ છેલાસિંહ ને ફાંસી ની સજા આપવામાં આવે ને સરકાર દ્વારા પરિવાર ને 50 લાખ ની સહાય આપવામાં આવે તેમજ પરિવાર માં એક સભ્ય ને સરકારી નોકરી આપે તેવી માંગ સાથે આજ રોજ બહુજન સમાજ પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ મહોદય ને જામનગર જિલ્લા કલેકટર મારફતે આવેદન પત્ર આપી રજુવાત કરવામાં આવી હતી. આ તકે જામનગર જિલ્લા પ્રમુખ સુનીલ ભાઈ વાઘેલા, પૂર્વે 12 લોકસભા ના ઇન્ચાર્જ દાનજીભાઈ ગોહિલ, 78 વિધાનસભા ના પ્રમુખ અમિતભાઈ ગોહિલ, 78 વિધાનસભાના મહાસચિવ જયેશભાઈ પિંગળ, 78 વિધાનસભાના સચિવ જગદીશભાઈ પરમાર, સિનિયર કાર્યકર્તા એડવોકેટ નટુભાઈ ચાંચિયા, લાલપુર તાલુકા પ્રમુખ જયદીપ ભાઈ મકવાણા, જિલ્લા પૂર્વ પ્રભારી બળદેવભાઈ મકવાણા, કાર્યકર પ્રવીણભાઈ પિંગળ, પ્રેમજીભાઈ પરમાર સહિત અગ્રણી ઊપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ:- અનિરુદ્ધ ગોસ્વામી, બેડ જામનગર

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

નશા મુક્ત બનાવવા એસ.ઓ.જી.નું વધુ એક સફળ ઓપરેશન

Gujrat News9

બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી વગર રેતી ચોરી કરતા ઇસમોને વાહનો સહિત કુલ કિં.રૂ. ૬,૫૩,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે હાલરીયા ગામેથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી

Gujrat News9

ટી.ડી.ઓ નિવૃત થતા સહકર્મી મિત્રો  વિદાય માન અપાયું

Gujrat News9

Leave a Comment