Gujarat News9
Other અખબારી યાદી ગાંધીનગર ગુજરાત દેશ વિદેશ નેશનલ

ગાંધીનગર બાર એસોસિએશન દ્વારા વડાપ્રધાન શ્રી રાષ્ટ્રપતિ શ્રી કાયદા મંત્રી શ્રી તમામને પત્ર લખવામાં આવ્યો

ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષામાં કાર્યવાહી કરવામાં આવે કે માટે પત્ર લખવામાં આવ્યો

પત્રમાં માં જણાવેલ માહિતી પ્રમાણે હાઇકોર્ટમાં અંગ્રેજીમાં કાર્યવાહી ચાલતી હોવાથી વકીલ શ્રી ઓ તેમજ પક્ષકારોને પડતી મુશ્કેલીઓ બાબતે દર્શાવવામાં આવ્યું હતું

આ બાબતે ગાંધીનગર બાર એસોસિએશન દ્વારા તાકીદ ની મીટીંગ બોલાવવામાં આવી
જેમાં ગાંધીનગર બારના પ્રમુખ શ્રી સંજય સિંહ એ વાઘેલા તથા ગુજરાત બાર કાઉન્સિલના મેમ્બર્સ કરણસિંહ વાઘેલા તથા શંકરસિંહ ગોહિલ ગાંધીનગર બાર ના સંયોજક લાલસિંહ ગોહિલ ,ઉપપ્રમુખ ચિંતન ત્રિવેદી ,જનરલ સેક્રેટરી કેતન વ્યાસ ,મંત્રી સંજય સિંહ જે.વાઘેલા , ખજાનચી નરવીરસિંહ વિગેરે તમામ હોદ્દેદારો અને કમિટી તેમજ વકીલ શ્રીઓ હાજર રહેલા
મિટિંગમાં ગુજરાત હાઇકોર્ટમાં અંગ્રેજી ભાષામાં કાર્યવાહી ચાલતી હોવાથી વકીલ શ્રી ઓ અને પક્ષકારોને પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી

ભારત દેશમાં અન્ય રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન તથા ઉતરાખંડની જુદી જુદી નામદાર હાઇકોર્ટ માં જે તે પ્રાદેશિક ભાષામાં જ તમામ કાર્યવાહી ચાલે છે તેમાં કોઈ જ એડવોકેટ શ્રી કે પક્ષકારોને તકલીફ પડતી નથી
પક્ષકારો તથા એડવોકેટઓને સરળ રહે તેમજ ગુજરાતી ભાષાને ન્યાય મળે અને અંગ્રેજી ભાષાની ગુલામી માંથી મુક્તિ મળે તેવી વકીલ શ્રીઓની લાગણી છે


ગુજરાતી ભાષામાં લોકોને તથા વકીલ શ્રીઓને સમજવા તથા સમજાવવામાં વધુ સરળ બને તે હેતુથી ગાંધીનગર બાર એસોસિએશન એ ઠરાવ કરી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને તથા રાષ્ટ્રપતિ શ્રી કાયદા મંત્રી શ્રી વિગેરે તમામને આવેદનપત્ર મોકલાવેલ છે.

રિપોર્ટ:- સુનિલ રાવલ, ગાંધીનગર

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

રોડ સાઈડ ફળો તથા બાગાયત પેદાશોનું વેંચાણ કરતાં ફેરિયાઓ વિનામૂલ્યે છત્રી/શેડ કવર મેળવવા અરજી કરી શકશે

Gujrat News9

જામજોધપુર તાલુકા ના શેઠવડાલા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુયુલન્સ નું લોકાર્પણ

Gujrat News9

લીલીયા કોર્ટ માં ચેક રીટર્ન કેસના આરોપી નો નિર્દોષ છુટકારો

Gujrat News9

Leave a Comment