મુંદરા તાલુકાના નવીનાળ ગામે અને દરિયા કિનારા નજીક અને કુદરત ના ખોળે વર્ષો જૂના શ્રી બાલબ્રહ્માણી ભરાડી માતાજી મંદીર આવેલ છે જે આશરે સાડા ચારસો વર્ષ જેટલું પુરાતન માતાજી નું સ્થાન માનવામાં આવે છે જ્યાં માં સેવકો દર્શન માટે હર હમેશા આવતા જતા હોય છે.
હાલ જ્યારે આસો નવરાત્રી ના નવલાં નોરતા ચાલી રહ્યા છે ત્યારે માતાજીના ત્રીજા નોરતે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મંદિર ના ટ્રસ્ટીગણ અને પ્રમુખ શ્રી હરેશભાઈ જોષી દ્વારા અને માં સેવકો દ્વારા સમગ્ર કાર્યક્રમ નો આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં સૌ પ્રથમ પૂરા ભાવ અને શ્રદ્ધા સાથે માં સેવકો જોડાયા હતા
શ્રી બાલબ્રહ્માણી માતાજી ની આરતી નાની બાલિકા દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ માતાજી ને ભાવ પૂર્વક થાળ ધરી માતાજી ને જમાડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ આશરે 250 જેટલા નાના બાળકો ને પ્રસાદ પીરસવામાં આવ્યું હતું અને પ્રસાદી સ્વરૂપે દરેક બાળકો ને ભેટપુજા આપવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત સર્વે માં સેવકો એ પ્રસાદ ગ્રહણ કર્યું હતું જે કાર્યક્રમમાં સાધુસંતો ની ઉપસ્થિતિમાં અને આર્શિવાદ સૌ એ પ્રાપ્ત કર્યા હતા
સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો બાળકો અને યુવાનો ખૂબ ઉત્સાહ સાથે માં ના સાનિધ્યમાં ઝૂમી ઉઠ્યા હતા.
મૂળ ગામ રામાણીયા હાલે મોટી ભુજપુર ના આરિફભાઈ એ પણ પોતાનું યોગદાન તન,મન અને ધન થી આપ્યું હતું અને પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ ને સફળ બનાવવા માં નવીનાળ ગામના સરપંચ શ્રી ગજુભા જાડેજા, હરેશભાઈ જોષી, આરીફભાઈ, કાનાભાઈ ગઢવી, મંજુલભાઇ ભટ્ટ, કમલેશ વોરા, બલિભાઈ, લલિતભાઈ ચોધરી, ભગારામ, સુરજભાઈ, વગેરે માં સેવકો એ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ:- ઇમરાન અવાડિયા, મુંદરા કચ્છ