નવરાત્રિના નવ દિવસ એટલે માતાજીની આરાધના તેમજ ખેલૈયા દ્વારા ગરબાની રમઝટ બોલાવી આનંદ માનતા હોય છે. ત્યારે વાઘોડિયા નગરમાં અનેક વિસ્તારોમાં માતાજીની નવરાત્રીની ઉજવણી માંઇ ભક્તો દ્વારા શ્રદ્ધાભેર પૂજા વિધિ સાથે કરવામાં આવી રહી છે.
ત્યારે આ નવરાત્રીના આઠમા નોરતે આઠમનું મહત્વ ઘણું હોય છે.એટલે કે નવરાત્રિની.આઠમના દિવસે ઠેર ઠેર માતાજીના ધાર્મિક સ્થળોએ ઓમ તેમજ માતાજીને અનેક પકવાનોની પ્રસાદી નાં કાર્યક્રમ રાખવામાં આવે છે. અને માતાજીને પ્રસાદીરૂપી અર્પણ કરવામાં આવશે.
ત્યારે આ પાવન નવરાત્રીના આઠમના દિવસે નાની ભાગોળ આયોજિત ગરબા ગ્રાઉન્ડ ખાતે. નવરાત્રી ઉત્સવની ની ઉજવણીના ભાગરૂપે. વાઘોડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શાંતિલાલ રબારી. તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ સદસ્ય ધર્મેશ પંડ્યા. તેમજ વાઘોડિયા ગ્રામ પંચાયત સદસ્ય સંદીપભાઈ સોલંકી. એ હાજરી આપી. માતાજીની આરતી ઉતારવાનો લાવો લીધો હતો.
ખાસ તો આ નવરાત્રીની આઠમના દિવસે જિલ્લા શિક્ષણ સમિતિના સદસ્ય ધર્મેશભાઈ પંડ્યાનો જન્મદિવસ હોય. તેને લઈ આ પાવન પર્વમાં હાજરી આપી .માતાજીના દર્શન કરી . સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી. પોતાના જન્મદિનની ઉજવણી ભક્તિ ભર્યા. વાતાવરણમાં માઇ ભક્તો સાથે કરી હતી.
રિપોર્ટ:- વિષ્ણુ ભાટીયા વાઘોડિયા