વાઘોડિયા તાલુકાના મુસ્લિમ સમુદાય દ્વારા મહંમદ પયગંબર સાહેબ ના જન્મદિન નાં ઈદે મિલાદ ઉજવણી ના ભાગરૂપે એક જુલુસ કાઢવામાં આવ્યું હતું.
આ જુલુસ વાઘોડિયા ની નવી નગરી ખાતેથી પ્રસ્થાન કરી. વાઘોડિયા નગરના જાહેર માર્ગો પર ફરી. વાઘોડિયાની મસ્જિદ સુધી લઈ જવામાં આવ્યો હતો.
આ જુલુસનું ઠેર ઠેર પુષ્પ વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજ જુલુસ માં મોટી સંખ્યાના મુસ્લિમ સમુદાય નાં ભાઈઓ જોડાયા હતા.
તેમજ આ પર્વ પ્રસંગે નીયાજ જેવા કાર્યક્રમ પર રાખવામાં આવ્યો હતો. તેમજ આ પવિત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે મુસ્લિમ સમુદાય દ્વારા ખાસ નમાજ અદા કરી.
બંદગી કરી. દીદાર કરવામાં આવ્યા હતા.
જેથી વાઘોડિયા નગરમાં મહંમદ બેગમબર સાહેબના જન્મદિનની ઉજવણી શ્રદ્ધાભેર તેમજ ભાઈચાર સાથે કરવામાં આવી હતી.
તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા કાયદો વ્યવસ્થા જળવાય એને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
રિપોર્ટ:- વિષ્ણુ ભાટીયા વાઘોડિયા