Gujarat News9
Other અખબારી યાદી અમરેલી ગુજરાત નેશનલ રાજકારણ સમાજ સેવા

લીલીયા મોટા ખાતે ગેસ પાઇપલાઇનનું ખાતર્મુહત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

લીલીયા મોટા ખાતે ઘરઘર ગેસ ની પાઇપલાઇનનું ખાતર્મુહત કરતા આ વિસ્તાર ના લોકપ્રિય ધારાસભ્ય પ્રતાપ ભાઈ દુધાત ગુજરાત ગેસ લિમિટેડ કંપની દ્વારા ગેસની પાઇપલાઇન છેવાડા ના ઘર સુધી પહોંચાડવા મા આવશે.

આ લાઈન અંદાજે 18 કિલોમીટર જેટલી ગામમાં પથરાશે જ્યારે વિકાસપ્રેમી સરપંચ જીવન ભાઈ વોરા દ્વારા જણાવવામાં આવેલ કે છેલ્લા ત્રણ વર્ષથી મોટી પાઇપલાઇન ગામના બંને છેડે નાખેલ હોય ત્યારે આજ દિવસ સુધી એ લાઈન બાબતે કોઈ એ કઈ કામ ગિરી કરેલ ન હોય જે કામ આજ રોજ લીલીયા ગ્રામ પંચાયત સરપંચ તથા સર્વે સભ્યોના સહયોગથી થવા જઈ રહ્યું છે

લીલીયા માટે ગૌરવ ની વાત તો એછે કે અમરેલી જિલ્લાની અંદર સર્વપ્રથમ ગ્રામ પંચાયત તેમજ ગુજરાત ગેસ લિમિટેડ કંપની દ્વારા ઘર ઘર ગેસ કનેક્શન આપવામાં આવશે

બુકિંગ પણ આવતી કાલથી શરૂ કરી દેવામાં આવશે બુકિંગ કરાવનારને આધાર કાર્ડ અને વેરા પાવતી સાથે લાવવા સરપંચ દ્વારા જાણ કરવામાં આવે છે અને તમામ ગ્રામજનો દ્વારા તેમજ વેપારીઓ દ્વારા ધારાસભ્ય દુધાત તેમજ લીલીયાના સરપંચ જીવનભાઈ વોરા ની કામગીરી બિરદાવવા માં આવી રહી છે

આ તકે લીલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવિયા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતિનભાઈ ત્રિવેદી બહાદુરભાઇ બેરા જીવરાજભાઈ પરમાર વિજયભાઈ શેખલીયા વિજય કોગથિયા તુષારભાઈ ધોરાજીયા આરબી ભાલાળા દકુ ભાઈ બુટાણી ધર્મેશ ડુંગરિયા શબ્બીર દલ રૂપેશ ભરવાડ સહિતના ગ્રામ પંચાયતના સદસ્યો કોંગ્રેસી કાર્યકરો તેમજ વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ

રિપોર્ટ:- ઈમરાન પઠાણ, લીલીયા મોટા

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

જસદણ શહેરમાં કોરોનાની રસીકરણ નો વ્યાપ વધારવા કલેક્ટર ખુદ હાજર રહ્યા

Gujrat News9

સોજા હાઈસ્કૂલના ગણિત શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ઈન્ડિયન ગ્લોરી એવોર્ડ પ્રાપ્ત થયો

Gujrat News9

ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રિના તહેવારને લઈને શાંતિ સમિતીની મીટીંગ યોજાઈ.

Gujrat News9

Leave a Comment