Gujarat News9
Other અખબારી યાદી અમદાવાદ ગુજરાત નેશનલ સમાજ સેવા

અમદાવાદ જિલ્લામાં જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની અધ્યક્ષતા હેઠળ એડોપ્શન મંથની ઉજવણી થઈ.

સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરીટી(CARA), કેન્દ્ર સરકારના આદેશ મુજબ સમગ્ર ભારતમાં નવેમ્બર માસને એડોપ્શન મંથ તરીકે ઉજવવા જણાવેલ છે. જેના ભાગ રૂપે આજ રોજ તા: 7/11/2022નાં દિવસે જિલ્લા કલેક્ટર કચેરી અમદાવાદ મુકામે જિલ્લા મેજીટ્રેટશ્રી, અમદાવાદ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને સાથે રાખી જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી અને SAAનાં મેનેજરશ્રી ની હાજરીમાં અમદાવાદ જિલ્લાનો પ્રથમ એડોપ્શન ઓર્ડર બાળક દત્તક લેનાર માતા-પિતાને એનાયત કરેલ. આ કાર્યક્રમમાં જિલ્લા મેજીટ્રેટ –વ- જિલ્લા કલેક્ટરશ્રી ડો.ધવલ પટેલ (IAS)નાં વરદ હસ્તે બાળક દત્તક લેનાર માતા-પિતાને એનાયત કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં અમદાવાદનાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલભાઈ ધામેલિયા (IAS), જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી, અમદાવાદ શ્રી દિવ્યકાંત પરમાર અને શિશુગૃહ- પાલડીનાં મેનેજરશ્રી રિતેશભાઇ દવે પણ ઉપસ્થિત રહ્યા હતાં.
હાલમાં ભારત સરકાર દ્વારા હાલમાં બહાર પાડવામાં આવેલ એડોપ્શન રેગ્યુલેશન-2022 મુજબ હવે એડોપ્શન માટે ની કોર્ટની પ્રક્રિયા જિલ્લા મેજીટ્રેટશ્રી પાસે આવી ગયેલ હોઈ દત્તક ઇચ્છુક દંપતીઓ દ્વારા એડોપ્શનનાં કોર્ટ ઓર્ડર માટે વધારે રાહ જોવી પડશે નહીં. અને સરળતાથી ઓછા સમયમાં કામ થશે. ઉલ્લેખનીય છે કે હાલમાં ભારત સરકાર દ્વારા નવેમ્બર-2022 નાં મહિના ને એડોપ્શન મંથ તરીકે ઉજવવા જાહેરાત કરેલ છે. જેના ભાગ રૂપે અમદાવાદ જિલ્લાનાં જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડો.ધવલ પટેલ (IAS) દ્વારા બાળક દત્તક લેનાર દંપતીને એડોપ્શન ઓર્ડર એનાયત કરતી વખતે તમામ જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ સરકાર દ્વારા આપવામાં આવેલ આ એડોપ્શનની પ્રક્રિયા દ્વારા બાળક દત્તક મેળવે અને એના માટે હાલમાં આવેલા નવા રેગ્યુલેશન મુજબ જિલ્લા મેજીટ્રેટશ્રી પાસે સત્તા આપવામાં આવેલ હોઈ, તેમના દ્વારા શકયા એટલા તમામ પ્રયત્નો કરી આ પ્રકિયાને અત્યંત સરળ બનાવશે. અને હવે નવા રેગ્યુલેશન મુજબ ઘણી બધી પ્રક્રિયાઓ સરળ થઈ ગયેલ હોઈ હવે પબ્લિકે લાંબા સમય સુધી પ્રક્રિયામાં રાહ જોવાની જરૂર પડશે નહીં.

બ્યુરો રિપોર્ટ:- ખોડાભાઈ પરમાર

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

રામનવમીના દિવસે કાળિયા ઠાકોરે શ્રીરામનું સ્વરૂપ ધારણ કર્યું

Gujrat News9

ભારતમાં આજે સક્રિય કેસનું ભારણ ઘટીને 5.5 લાખ કરતાં ઓછું નોંધાયું

Gujrat News9

સ્વામિનારાયણ ગુરુકુળ જામનગર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Gujrat News9

Leave a Comment