Gujarat News9
Other અખબારી યાદી કચ્છ ગુજરાત રાજકારણ સમાજ સેવા

ગ્લોબલ કચ્છ અને કચ્છમિત્ર ના સુખના સરનામાં ની પહેલ ને કચ્છના ગામડાઓ દ્વારા મળ્યો આવકાર

ગ્લોબલ કચ્છ અને કચ્છમિત્ર જે નેમ લઈ ને આવ્યું છે તેને સાર્થક કરવા આજ મુંદરા તાલુકાના રતાડિયા, કુન્દ્રોડી, વડાલા, ભદ્રેશ્વર, પાવડિયારા, કુકડસર, હમીરામોરા, લુણી જેટલા ગામડાઓ ખાતે મળેલી બેઠકમાં ગ્લોબલ કચ્છ ની વિચારધારા ને ભરપૂર સાથ સહકાર મળ્યો હતો.

જેમાં ગ્લોબલ કચ્છ વિચારધારા ના અગ્રણીઓ શ્રી ધીરજભાઈ છેડા, મયુરભાઈ દેઢિયા, જીતુભાઈ સાવલા, કપિલભાઈ વ્યાસ, જયંતીભાઈ મામણીયા, દીપકભાઈ ગાલા, લધાભાઈ દેસાઈ અને ટીમ સાથે ગામડાઓ ના આગેવાનો જોડાયા હતા.

વડાલા ગામના શ્રી વડાલા જૈન મહાજન દ્વારા ગ્લોબલ કચ્છના ઉદ્દેશ્યોને જાણી ગ્લોબલ કચ્છની વિચારધારા સાથે ગામના હિત અને વિકાસ માટે જરૂરી યોગદાન આપી ગામ ને નંદનવન બનવવા સહમતી દર્શાવવામાં આવી હતી

ત્યારબાદ ગ્લોબલ કચ્છની ટીમ ભદ્રેશ્વર ગામ ની મુલાકાત લેતા ભદ્રેશ્વર ગામ ના આગેવાનો એ ગ્લોબલ કચ્છની વિચારધારા સાથે એક બની ભદ્રેશ્વર ગામ માં કાર્યો કરવા આગળ આવ્યા હતા અને ભદ્રેશ્વર ગામના જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ખાસ વાત કરતા જણાવ્યું હતું કે અમારા ગામને હરિયાળું બનાવવા અમે ગ્લોબલ કચ્છ સાથે સહિયારો પ્રયાસ કરીશું અને ગામને નંદનવન બનાવશું.

મુંદરા તાલુકાનું છેવાડાનું ગામ કુકડસર આવેલ છે જે ગામ માલધારીઓ નું ગામ છે જે ગામનના લોકોનું જીવન પશુપાલન અને ખેતી પર આધારિત છે અને ત્યાં પ્રથમ પંચાયત બની છે અને ત્યાંના સરપંચશ્રી શંકરભાઈ રબારી અને સેવાભાવી ગ્રામજનો પણ ગ્લોબલ કચ્છની વિચારધારા જાણી ગ્રામલોકો માં ગામ માં નવી આશા અને ઉમંગ જોવા મળી હતી કે ગામની ગાય માતા સુખી થશે, પીવાના પાણીની સમસ્યા હલ થશે અને ગામ માં ચારેબાજુ જેરી બાવળો નીકળી જસે અને ખુલા મેદાનો ગામની શોભામાં અભિવૃદ્ધિ કરશે જેથી ગામના વડીલોને અને બાળકો ને આવનારા સમયમાં ગામ હરિયાળું જોવા મળશે.

આમ, ગ્લોબલ કચ્છ ની ટીમ એ ગ્લોબલ કચ્છ અને કચ્છમિત્ર ની વિચારધારા પાવડીયારા, હમિરામોરા, અને લુણી જેવા ગામના લોકો સુધી પહોંચાડી સૌ ને વિચારધારા સાથે અવગત કર્યા હતા ગ્લોબલ કચ્છ ના કાર્યો જોઈ સૌ કોઈ પોતાના ગામો ને નંદનવન બનાવવા ગ્લોબલ કચ્છ સાથે સહમત થયા હતા.

શ્રી ધીરજભાઈ છેડા (એકલવીર) દ્વારા સુખના સરનામાં ની વ્યાખ્યા આપતા જણાવવામાં આવ્યું હતું કે
ભગવાને સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું અને તેમાં પણ મહામૂલા માનવીનું સર્જન કરીને તેના સુખ-શાંતિ, સંપત્તિ અને પ્રસન્નતા માટે તેની જરૂરિયાતોને પૂરી કરવા માટે પ્રકૃતિનું સર્જન કરીને આપણા પર મહાન ઉપકાર કર્યો છે. આપણે જાણીએ છીએ કે પ્રકૃતિ વગર આપણું જીવન શક્ય જ નથી. આ ધરતી ઉપર જીવન જીવવા માટે ભગવાને આપણને પ્રકૃતિનાં વિવિધ તત્ત્વોના સ્વરૂપે કીમતી અને બહુમૂલ્ય ભેટ આપી છે.

માણસથી લઇને સમગ્ર જીવસૃષ્ટિ કુદરતને, પ્રકૃતિને આભારી છે. આ જીવસૃષ્ટિને ટકાવી રાખવા માટે ઋતુચક્ર, આબોહવા, પર્યાવરણ, નદીઓ, તળાવો, સમુદ્રો, જંગલો, વનસ્પતિઓ, ફૂલો, ખનીજ પેદાશો, પહાડો, વાતાવરણ વગેરે પાયાના પરિબળો છે. આ પરિબળો દ્વારા આપણે આપણું જીવન આનંદપૂર્વક પસાર કરી શકીએ છીએ. ધરતી પ્રાકૃતિક સુંદરતાથી સુશોભિત છે અને આપણે તેનો કોઈ પણ સમયે આનંદ ઉઠાવી શકીએ છીએ. દરેક ઋતુની એક આગવી ઓળખ છે. આગવું સૌન્દર્ય છે. જેનો આપણે દરેક ક્ષણે આનંદ ઉઠાવી શકીએ છીએ અને જો પ્રકૃતિ નું આપણે સૌ મળી ને જતન કરવું એ આપણાં સૌ ની નૈતિક ફરજ છે એટલે આવો સૌ સાથે મળીને એક સહિયારો પ્રયાસ કરીએ અને કચ્છ તેમજ આપણાં ગામો માં નવાં વૃક્ષો વાવીએ, અને પ્રકૃતિનું જતન કરી નંદનવન બનાવીએ.

ગ્લોબલ કચ્છ ના પ્રણેતાઓ અને તેમની ટીમ દિવસ રાત નિસ્વાર્થ ભાવે કચ્છના દરેક ગામડાઓમાં ગ્લોબલ કચ્છ ની વિચારધારા પહોચાડે છે અને લોકો નો મોટો સમૂહ આ ભગીરથ કાર્યમાં ગ્લોબલ કચ્છ સાથે જોડાતો જોવા મળી રહ્યો છે.

રિપોર્ટ:- ઇમરાન અવાડિયા, મુંદરા કચ્છ

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

વિજયનગર તાલુકા પંચાયતે પ્રથમ વખત રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો

Gujrat News9

ખેડબ્રહ્મા તાલુકા ની ગુંદેલગ્રામ પંચાયત ની ઉપ સરપંચ ની બિન હરીફ વરણી કરવામાં આવી

Gujrat News9

ગાંધીનગર મા યોજાઈ જન આશીર્વાદ યાત્રા

Gujrat News9

Leave a Comment