Gujarat News9
Other અખબારી યાદી ગુજરાત દેશ વિદેશ નેશનલ રાજકારણ વડોદરા

૧૩૬ વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ ફોર્મ ભર્યું.

જેમાં મોટી સંખ્યામાં સમર્થકોની જનમેદની જોવા મળી હતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.ત્યારે ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે. આજરોજ 136 વાઘોડિયા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. વાઘોડિયા તાલુકાના માડોધર ગામે આવેલા મહારુદ્ર મહાદેવ મંદિરે દર્શન કરી પોતાના સમર્થકો સાથે રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. આ રેલી મા મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા

આ વિશાળ રેલી વાઘોડિયા મામલતદાર કચેરી સુધી પહોંચી હતી

છેલ્લા ઘણા સમયથી લોકસેવામાં સતત અગ્રેસર રહેતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના સમર્થનમાં હજારોની સંખ્યામાં ઉમટેલી જનમેદની જોતા તેઓની જીત નક્કી માનવામાં આવી રહી છે.

ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે થી વધુ લીડથી જીતીશ. વાઘોડિયા ની જનતા મારી સાથે છે.

આજે રેલીમાં જોડાવા બદલ તમામ સમર્થકો,કાર્યકર્તાઓ, સર્વ સમાજના આગેવાનોનો બાપુએ આભાર માન્યો હતો.

રીપોર્ટ:- વિષ્ણુ ભાટીયા વાઘોડિયા

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

૭૪૧૨ જંગી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી પોલીસ ટ્રક સાથે ૩૯૯૫૬૦૦/- નો મુદ્દામાલ

Gujrat News9

હોસ્પિટલમાં સિટીસ્કેન મશીન ની સુવિધા

Gujrat News9

પતંજલિ નર્સિગ સ્કૂલ હળવદ દ્વરા આંતરરાષ્ટ્રીય નર્સિંસ દિવસ ની ઉજવણી કરવામાં આવી

Gujrat News9

Leave a Comment