ગાંધીનગર જિલ્લા ના 34-દહેગામ તાલુકામાં વિધાનસભા ની ચુંટણીમાં માં યુવા ક્ષત્રીય સેના દહેગામ ટીમ દ્વારા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જોડે દહેગામ તાલુકા માં ક્ષત્રિય સમાજ માટે વાડી(ભવન) અને દહેગામ તાલુકામાં ક્ષત્રિય સમાજ ના યુવાનો માટે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માં ક્ષત્રિય સમાજ ના યુવાનો અને યુવતીઓ મોટા પ્રમાણ માં નોકરી મેળવે એના માટે યુવા ક્ષત્રિય સેના દહેગામ ટીમ દ્વારા સોશિયલ મીડિયા માં પોસ્ટો ફરતી થઈ ગઈ છે.દહેગામ તાલુકા માં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માં વિધાનસભા માં ઉમેદવારો ક્ષત્રિય સમાજ માંથી આવે છે હવે જોઈ એ કઈ પાર્ટી ના ઉમેદવાર આ યુવાનો ની માંગ સ્વીકારે છે.અને કયા ઉમેદવાર ને આ સંગઠન સમર્થન આપે છે.સંગઠન ના હોદ્દેદાર અમરસિંહ ઝાલા ના જણાવ્યા અનુસાર જે પાર્ટી અને જે ઉમેદવાર અમારી માંગ સ્વીકાર છે એ પાર્ટી ને અમે સમર્થન આપી છું.એવી વાત જાણવા મળી છે.અને અમે અમારી બંને માંગણીઓ લઈ ને ગામે ગામ લોકો માં જાગૃતતા આવે અને લોકો સમાજ ના સાચા ઉમેદવાર ને ઓળખે એવા પ્રયત્નો કરી છું એવું એમને જણાવ્યું હતું. અને વધુ માં એમને એક સૂત્ર પણ આપ્યું હતું કે સમાજનો નહિ એ કોઈ નો નહિ.
રીપોર્ટ:- સુનીલ રાવલ