ના કોઈ બમ્પ ની નિશાની, ના તો કોઈ જવાબદાર અધિકારી
જ્યાં હોવો જોઈએ બમ્પ ત્યાં બનાવેલો નથી અને જ્યાં ના હોવો જોઈએ બમ્પ ત્યાં ઓટોમેટિક બમ્પ બની ગયેલો છે
મોટી ગાડીના ડ્રાઇવર દ્વારા અચાનક બ્રેક મારતા પાછળ થી આવતી ફોર વ્હિલ ગાડી અથડતાં એક્સિડન્ટ થયો હતો
સદનસીબે કોઈ જાનહાની થઈ ના હતી પરંતુ આવા ઘણા બનાવ પણ બની ગયા છે તો પણ નેશનલ હાઇવે દ્વારા કોઈ તકેદારી લેવામા આવતી નથી
અમદાવાદ થી ઝાલોદ જનાર હાઇવે પર બમ્પનું કોઈ નિશાન નથી તથા બમ્પ પણ બનેલ નથી પરંતુ વધારે ડામર ના કારણે બમ્પ બની ગયેલો છે જે વિષય પર ફરિયાદ પણ થયેલ છે પરંતુ જેનું કોઈ નિરાકરણ નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓ લાવતા નથી.
કઠવાડા જીઆઇડીસી ની સામે થયું હતું એક્સિડન્ટ
કઠવાડા જીઆઇડીસી ની સામે સ્કૂલ આવેલી છે જ્યાં વિધાર્થીઓ ને રોડ ક્રોસ કરવા પડે છે ત્યાં કોઈ પણ જાતના બમ્પ બનવવા માં નથી આવ્યા.
નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓની બેદરકારી ના કારણે કોઈ માસૂમ જીવ ગુમાવશે કે એના પહેલા આ બમ્પ હટાવવા આવશે
જ્યાં સ્કૂલ છે ત્યાં બમ્પ બનવવા માં આવે તો વધુ સારું રહે તેવી લોક માંગ છે
રિપોર્ટ:- હરીશચંદ્ર રાવત, અમદાવાદ