આજે મુન્દ્રા ખાતે કારવા ને મુસ્તફા હોસ્પિટલ ખાતે ની શુલ્ક નેત્ર કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું.
કે સી આર સી હોસ્પિટલ ભુજ તરફથી આયોજિત આ કેમ્પમાં આંખના ટોટલ 105 દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં મોતિયો, વેલ, આંખના અન્ય રોગીના દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી. જેનાથી 16 જેટલા મોતિયાના ઓપરેશન વાળા દર્દી નીકળતા તેમને આવતીકાલે કે સી આર સી હોસ્પિટલ મા તેમને મુન્દ્રા થી લઇ જવામાં આવશે.
આ કેમ્પમાં દર્દીઓને આંખના ટીપા, દવા કારવા ને મુસ્તફા હોસ્પિટલ તરફથી મુફ્ત આપવમાં આવી હતી. ઉપરાંત કારવા ને મુસ્તફા તરફથી ઓપરેશન માટે દર્દીઓને ગાડી ની વ્યવસ્થા આવેલ છે.
આ કેમ્પમાં કે સી આર સી હોસ્પિટલ ના ડોક્ટર એ દર્દીઓને તપાસણી કરી હતી. તેમજ કારવા ને મુસ્તફા ના ડોક્ટર શબ્બીર હિંગોરા, સુલેમાન જત, સુલતાન નારેજા, નેરિશ બેન ખોજા, નુરજહાં બેન ખોજા એ કેમ્પ ને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ:- ઇમરાન અવાડિયા, મુન્દ્રા કચ્છ