શહેરી વિસ્તારમાં લોકોની આરોગ્ય સુખાકારીને ધ્યાને લઈ ધન્વંતરિ આરોગ્ય રથ ગામડાની જેમ શહેરી વિસ્તારમાં પણ હવેથી કાર્યરત રહેશે.
ગુજરાત સરકાર દ્વારા છેવાડાના માનવીને ઉત્તમ આરોગ્ય સેવા મળી રહે તેના માટે સત્તત પ્રયત્નશીલ રહેતી હોય છે અને પોતાના ઘરઆંગણે સેવાઓ મળી પણ રહે છે.
જેમાં કોવિડ-19 વખતે મુખત્વે ગામડાઓ માટે ધન્વંતરિ રથ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
જેમાં જે તે વખતે કેટલાક દર્દીઓ એવા પણ મળી આવ્યા જેઓ ગંભીર બીમારીથી પીડાતા હોય અને તેઓ આ બાબતથી અજાણ્યા હતા તેઓનું નિદાન કરી તેઓને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી હતી.
એ જ રીતે શનિવારના રોજ પણ રાજ્ય સરકાર દ્વારા શહેરી ( અર્બન ) વિસ્તાર માટે ધન્વંતરિ લોકર્પિત કરવામાં આવ્યો હતો રથને લોકર્પિત કરતા પહેલા શહેરાના ધારાસભ્ય અને વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા રીબીન કાપીને શ્રીફળ વધેરી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું આથી હવેથી શહેરી ( અર્બન ) વિસ્તારમાં સમાવિષ્ટ અંદાજિત 10 જેટલા પરા વિસ્તાર અને શહેરા નગરની 20 હજાર ઉપરાંતની આબાદીને ધન્વંતરિ રથ દ્વારા આરોગ્યપ્રદ સેવાઓ મળી રહેનાર છે.
આ લોકાર્પણ પ્રસંગે સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો અશ્વિન રાઠોડ,તાલુકા આરોગ્ય અધિકારી ડો ભરત ગઢવી, દીપક ભરવાડ, ડાહ્યા ભાઇ ભરવાડ , ભાજપ અગ્રણી રાકેશ ભાઇ પર્વતસિંહ ચૌહાણ તેમજ જિલ્લામાં થી આવેલા અન્ય આરોગ્ય અધિકારીઓ સાથે ધન્વંતરિ રથનો કર્મચારી ગણ પણ ઉપસ્થિત રહ્યો હતો.
રિપોર્ટ:- પ્રિતેશ દરજી પંચમહાલ