તા.26-12-2022 ના રોજ નાગોર રોડ ભુજ મધ્યે કુંભાર ટાઉનશીપ નો પાયાવિધિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જેમાં ફરઝંદે મુફ્તી એ કચ્છ સૈયદ અલ્હાઝ હાજી અમીનશા બાવા સાહેબ ના હસ્તે પાયાવિધિ કરવામાં આવી હતી. સૌ પ્રથમ કુરઆને પાક ની તિલાવત થી કાર્યક્રમ નો આગાઝ કરવામાં આવ્યું હતું જેમાં મોલાના હાજી અલી નવાઝી એ કુરઆને પાક ની તીલાવત કરી હતી.
ત્યાર બાદ સૈયદ અમીનશા બાવા સાહેબ દ્વારા કુંભાર સમાજ ના પ્રમુખ શ્રી રફીક ભાઈ મારા તેમજ ટાઉનશીપ સમિતિ ના પ્રમુખ ઇસ્માઇલભાઈ પણકા તેમજ સમગ્ર ટાઉનશીપ સમિતિ નેં ખુબ ખુબ મુબારકબાદી પાઠવી હતી.
તેમજ સમાજ ના આ નેક કામ મા સહભાગી થવા તમામ કુંભાર સમાજ નેં અપીલ બાવા સાહેબ એ કરી હતી. ખાસ કરીને બાવા સાહેબ એ આ નેક કામ નેં સફળ થવા દુવા કરી હતી. કુંભાર સમાજ ના લોકો પહેલા માટીકામ થકી પોતાનો ગુઝારો કરતા હતા. ત્યાર બાદ પરિવર્તન આવતા કુંભાર લોકો આર્થિક રીતે લગભગ સુધી સારી સ્થિતિ ધરાવે છે.
સમાજ ના આ કાર્ય મા નાના મોં નાનો કુંભાર વ્યક્તિ પણ આ કામ નેં સમર્થન આપે તેવી અપીલ સૈયદ અમીનશા બાવા સાહેબ એ કરી હતી. સોસાયટી મા, દીકરી અને દીકરા ઓ માટે રહેવા હોસ્ટેલ, ઇંગ્લિશ મીડીયમ પ્રાથમિક સ્કૂલ, મસ્જિદ, મદર્સા, વોકિંગ એરિયા, ક્રિકેટ મેચ ગ્રાઉન્ડ, બાળકો માટે ખેલ મેદાન, શોપિંગ મોલ, સમાજ વાળી તેમજ હોસ્પિટલ જેવી સુવિધાઓ આપવામાં આવશે. હાલ આ ટાઉનશીપ મા 600 પ્લોટ ની બુકીંગ માટે રાખવામાં આવેલ જેમાંથી લગભગ સુધી સમાજ ના લોકો દ્વારા બુકીંગ થઈ ગયેલ છે. આ કુંભાર ટાઉનશીપ ની ઓપનિંગ માટે કચ્છ ભર માંથી મોટી સંખ્યામા કુંભાર સમાજ ના આગેવાનો તેમજ સમાજના લોકો અને પ્લોટ ધારકો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ મા અખિલ કચ્છ કુંભાર સમાજ ના પ્રમુખ રફીક ભાઈ મારા, ટાઉનશીપ સમિતિ ના પ્રમુખ હાજી ઇસ્માઇલભાઈ પણકા, સમાજિક અગ્રણી હાજી અબ્દ્રેમાન ભાઈ સોનારા, ટાઉનશીપ સમિતિ ના સભ્યો અભુબકરભાઈ ભોજ, મામદભાઈ ન્યુ કે વાળા, જુણસભાઈ હસન ( કામદાર ), કાસમભાઈ C. A., યુસુફભાઈ સોનારા, તેમજ જિલ્લા સમિતિ અને યુવા સમિતિ ના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં યુવા સમિતિ ના પ્રમુખ હારૂન ભાઈ કુંભાર, એજ્યુકેશન સમિતિ ના પ્રમુખ મજીદ સિધિક હસણીયા ફકીરમામદ ભાઈ કુંભાર વગેરે હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ નો સંચાલન અબ્બાસ ભાઈ હસણીયા ( માજી પ્રમુખ સરપટ ગેટ કુંભાર સમાજ ) એ કર્યું હતું.
રિપોર્ટ:- ઇમરાન અવાડિયા, મુન્દ્રા કચ્છ