લીલીયા મોટા ખાતે શ્રી અમૃતા વિદ્યાલય માં જિલ્લા કક્ષાનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત ની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં જુદી જુદી કૃતિ શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરાય કાર્યક્રમમાં આવેલ મહેમાનોનું શાળાના આચાર્ય હસમુખભાઈ કરડ ઉપસ્થિત મહાનુભાવનું શાબ્દિક સન્માન કરવામાં આવેલ.
ત્યારબાદ બાળ વૈજ્ઞાનિક બેહનો અને કાર્યક્રમના અધ્યક્ષ વિપુલભાઈ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો.
આ તકે ઉપસ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા જિલ્લા શિક્ષણ અધિકારી શાળા સંચાલક મંડળના મંત્રી મગનભાઈ વિરાણી મનસુખભાઈ ચોપડા કેપટન ધામત સહિત વિવિધ શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલા મહાનુભાવો હાજર રહેલ.
સ્થાનિક મામલતદાર વાઢીયા સાહેબ સહિતના અધિકારીઓ અને ગ્રામજનો વિદ્યાર્થીઓ નજ ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકો દ્વારા બનાવવા માં આવેલ.
105 કૃતિઓ નિહાળી ખુશખુશાલ થઈને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરેલ સમગ્ર કાર્યક્રમના અંતે આભાર વિધિ સુપરવાઇઝર સંજયભાઈ ખૂંગલા એ કરેલ કાર્યક્રમ સફળ બનાવવા માં શાળા કર્મચારીઓ એ જહેમત ઉઠાવેલ
રિપોર્ટ:- ઈમરાન પઠાણ, લીલીયા મોટા