હાલ કડકડતી ઠંડી માં ખાસ તો શ્રી રક્ષિત ભાઈ શાહ ની ખાસ ઈચ્છા મુજબ ખુલ્લા માં ઠંડી માં ઠુંઠવાતા લોકો માટે ગરમ ધાબળા નું વિતરણ કરાયું હતું.
અદાણી ગ્રુપ ના એકઝિક્યુટીવ ડાયરેક્ટર શ્રી રક્ષિત ભાઈ શાહ ના જન્મદિન પ્રસંગે મુન્દ્રા ની જન સેવા દ્વારા ગરીબ વસાહત ના બાળકો ને ગુજરાતી ભોજન અને વિવિધ મીઠાઈઓ પીરસવામાં આવી હતી તેમજ ભોજન સાથે બાજરી ના રોટલા પણ પીરસવામાં આવ્યા હતા.
આજે અદાણી ગ્રુપ ના એકઝિક્યુટીવ ડાયરેક્ટર અને જન સેવા ના મુખ્ય દાતા રક્ષિત ભાઈ શાહ ના જન્મદિન પ્રસંગે શહેર ના જરૂરત મંદ પરિવારો ને જીવન વપરાશ ની 50રાશન કીટો નું વિતરણ કરવામાં આવ્યું હતું..
હાલ કડકડતી ઠંડી માં ખુલ્લા ઝુંપડા માં રહેતા ગરીબ લોકો ને 150જેટલાં ગરમ ધાબળા નું વિતરણ કર્યું હતું.
અદાણી કોર્પોરેટ અફેર્સ વિભાગનાં વડા શ્રી સૌરભ શાહ તેમજ વરિષ્ઠ અધિકારીશ્રી મહેન્દ્ર સોલંકી, દિપક ગઢવી તથા જયરામ રબારી અને વિજય ગોસાઈ સહિતનાં સભ્યો હાજર રહ્યા હતા. આ આયોજનમાં અદાણી ગ્રુપ મીડિયા વિભાગનાં જયદીપ શાહ અને રમેશ આયડીએ આયોજનમાં સહયોગ પૂરો પાડ્યો હતો.
અદાણી કોર્પોરેટ અફેર્સ વિભાગ ના વડા સૌરભ શાહ એ જણાવ્યું હતું કે આજે અદાણી ગ્રુપ ના એકઝિક્યુટીવ ડાયરેક્ટર રક્ષિત ભાઈ શાહ ના જન્મદિન ની મુન્દ્રા ની જન સેવા દ્વારા ઉજવણી કરાઈ હતી.. ખાસ તો જરૂરત મંદ અને છેવાડા ના દુખીયારા લોકો ને સેવા એ ઉત્તમ સેવા છે.. તેમણે જન સેવા ની સેવાકીય પ્રવૃત્તિ ને અભિનંદન પાઠવ્યા હતા.
મુન્દ્રા ની સેવા ભાવી જન સેવા કાર્યરત થઈ છે ત્યાર થી અદાણી ગ્રુપ ના રક્ષિતભાઈ શાહ નો સતત સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે..
તેમજ જન સેવા કાર્યરત થઈ ત્યારે અંદાજે 4વર્ષ પહેલા રક્ષિત ભાઈ શાહ ના ખાસ સહયોગ થી જન સેવા ને સેવાકીય વાહન મીની ટેમ્પો પ્રાપ્ત થયો હતો.. જે સેવાકીય પ્રવૃત્તિ માં હાલ કાર્યરત છે..અને કડક લોકડાઉન માં આ સેવાકીય વાહન એ અવિરત સેવા જારી રાખી હતી. જે કોરોના ની વિપરીત પરિસ્થિતિ માં આ સેવા પડકારજનક સાબિત થઈ હતી.
તેમજ શ્રી રક્ષિત ભાઈ શાહ નો સેવા ભાવી જન સેવા ને મેડિકલ ક્ષેત્રે સતત સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.
જનસેવાના રાજ સંઘવી એ હાર્દિક શુભેચ્છા પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો આજની સેવાકીય પ્રવૃત્તિ માં જનસેવાના રાજ સંઘવી , અસલમ માંજોઠી, કપિલ ચોપડા , દેવજી જોગી , ભીમજી જોગી , સહિત ના ઓ સહયોગ આપ્યો હતો
રિપોર્ટ:- ઇમરાન અવાડિયા, મુન્દ્રા કચ્છ