Gujarat News9
Other અખબારી યાદી ગુજરાત નેશનલ રાજકારણ સુરત

લારીવાલા પથારાવાલા ફેરિયાઓ કે બીજા નાના મોટા વેપાર કરતા લોકો માટે બેંકો કે સરકાર પાસે કોઈ યોજના છે?

: સુરતમાં નાના મોટા વેપાર ધંધા કરનારા હજારો લોકો છે રસ્તા પર કે લારી પર કે જ્યાં પબ્લિકની વધુ અવરજવર હોય ત્યાં આ લોકો પથારા મારી વેચાણ કરે છે વસ્તુઓ સારી હોય છે પ્રમાણમાં સસ્તી પણ પડે છે
એક લારી કે પથારા પર સાંજ સુધી જે વકરો થાય છે એમાં એસ એમ સી કે પોલીસદાદાને હપ્તો આપ્યા પછી જે રકમ વધે છે એમાં પાછા વ્યાજે રૂપિયા આપનાર ભાઈને રોજ રૂપિયા ભરવા પડે છે પછી માલના રૂપિયા કાઢતા જે રકમ બચે એ નફો વેચાણ કરનાર ભાઇને મળે છે જેમાંથી એ લારી કે પથારાવાલા ભાઈ પોતાના 5 / 7 વ્યક્તિઓનું ભરણપોષણ કરે છે વૃદ્ધ માતાપિતા પોતે પત્ની અને 2 /4 સંતાનો એમ આખા પરિવારની રોજીરોટી આ લારી પર કે પથારા પર જ આધારિત છે.
સંતાનોની સ્કૂલ ફી બીજા ખર્ચા રોજનો અંદાજે 500 રૂપિયા ઘરખર્ચ .વૃદ્ધ માતાપિતાના દવા દારૂ બીમારી કે કોઈ પ્રસંગે આ લોકો પાસે રૂપિયા હોતા નથી
આ લોકોને મજબુરીમાં એમની લારી પર કે પથારા પર રૂપિયા વ્યાજે આપતા ફાયનાન્સર પાસેથી રૂપિયા વ્યાજે લેવા પડે છે
તમે 10/000 દસ હજાર લો તો આ લોકો 1500 રૂપિયા કાપી 8500 રૂપિયા તમને હાથમાં આપે છે પછી બીજા દિવસથી તમને રોજ 100 રૂપિયા 100 દિવસ સુધી ભરવાના હોય છે
[06/01, 16:31] abbaskaukawala: તમે 20/000 વિશ હજાર લો તો રોજ બસો રૂપિયા 50/000 પચાસ હજાર લો તો રોજ 500 રૂપિયા ભરવા પડે છે .કોઈ કારણસર રજા પડે તો પણ બીજા દિવસે ડબલ રૂપિયા ભરવા પડે છે એમાં અચાનક આકસ્મિક ખર્ચા આવી જતા રોલિંગ અટવાઇ જાય છે રૂપિયા ભરાતા નથી અને વ્યાજવાલા ભાઇ પઠાની ઉઘરાણી કરે છે કેટલાક કંટાળીને બીજા બજાર બીજી જગ્યા શોધી લે છે કામ તો કરવું પડે ને ?પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરવું?
હાલમાં પોલીસ કમિશનર અજયભાઈ તોમર સાહેબ આ મજબુર લોકોની મદદે આવ્યા છે અને આ નાના વેપારીઓને હેરાન કરતા વ્યાજવાલાઓને પકડી પકડી જેલમાં ધકેલી દીધા છે હમણાં સુધી સાહેબે 500 કરતા વધુ વ્યાજ ખાતા ફાયનાન્સરોને જેલની હવા ખવડાવી છે.
આ નાના મોટા વેપાર કરતા હજારો પરિવારોને મોટી રાહત આપી છે
હવે એક તકલીફ એ છે કે આ નાના મોટા વેપાર કરતા ભાઈઓને 10/20 / કે 50 હજારની જરૂર હોય તો ક્યાંથી લાવે? અમુક તો આ વ્યાજના રૂપિયે જ માલ લાવી વેપાર કરતા હતા તેમને હવે માલ લાવવાના રૂપિયા કોણ ઉધાર આપશે? એક સાથે આ લોકો રકમ ભરી શકે એમ નથી વ્યાજવાલા ભાઈ રોજેરોજ રૂપિયા લઈ જતા રકમ ભરાઈ જતી હતી ને બીજા રૂપિયા જોઈએ તો ફટાફટ તરત મળી જતા હતા આ લોકો તકલીફમાં આવી ગયા છે
આ લોકોનું રોલિંગ ટનઓવર અટકી ગયું છે માલ લાવવાના રૂપિયા નથી તો માલ ક્યાંથી લાવવો? વેપાર કેવી રીતે કરવો?પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરવું? કઈ સમજ પડતી નથી
આપની બેંકો જો આ નાના વેપારીઓને 10 /20 / કે 50 હજારની લોન ફટાફટ જલ્દી આપે મહિને હપ્તો લે કે આ લોકો રોજ સવારે હપ્તો ભરી શકે એવી કોઈ વ્યવસ્થા થાય આયોજન થાય તો આવા હજારો પરિવારોને બહુ મોટી રાહત થાય એમ છે આ લોકોને લોન જલ્દી મળે વ્યાજ ઓછું લાગે આરામથી વેપાર ધંધા કરી શકે હપ્તો પણ સહેલાઈથી ભરી શકે એમ કઈ કરવાનો ખાસ જરૂર છે.
આવા હજારો પરિવારને મહેનત ઈજ્જતની રોટલી મળે ભોજન મળે એ સમયની માંગ છે નહી તો નો આ લોકો પોતાના ખર્ચા અને પરિવારનું ભરણપોષણ કરવા કઈ કઈ ખોટા કામ કરતા થઈ જાય તો એમની સાથે એમના પરિવાર સમાજને પણ નુકસાન થાય .
બેંકો નહીં તો બીજી કોઈ સ્વૈચ્છિક સંસ્થાઓ મોટા મોટા ઉદ્યોગકારો અમીરો શ્રીમંતો પણ આમાં 5/ 10 ને મદદ કરી સમાજ સેવા કરી લે તો બહુ મોટું પુણ્યનું કામ ગણાશે.

ફ્રીલાન્સ:- અબ્બાસભાઈ કૌકાવાલા, સુરત

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા 455 ગામોમાં 3500 પોલીસ ગ્રામ મિત્રની નિમણૂંક કરી

Gujrat News9

અમરેલી ખાતે પધારેલ મુખ્યમંત્રી સાથે કાર્યકર્તા સંવાદ માં લીલીયા તાલુકા ભાજપ મહામંત્રી દ્વારા પ્રશ્નો ની રજુવાત થઈ

Gujrat News9

ગરીબોના અને આમ જનતા ના પ્રશ્નો નુ તાત્કાલિક નીરાકરણ કરતા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા

Gujrat News9

Leave a Comment