લીલીયા મોટા ની શ્રી અમૃતબા વિદ્યાલય ના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ દ્વારા BIS ભારતીય માંનાક બ્યુરો રાજકોટ બ્રાન્ચના ઉપક્રમે શ્રી અમૃતબા વિદ્યાલય સ્ટાન્ડર્ડ ક્લબ દ્વારા BIS ના 76 માં સ્થાપના દિવસની ઉજવણી નાં ભાગ રૂપે લીલીયા ના 101 વિદ્યાર્થીનીઓ દ્વારા લીલીયામાં વિદ્યાર્થિનીઓએ તેમજ લાઠીમાં વિદ્યાર્થીઓ ડોર ટુ ડોર કેમ્પેઈન ચલાવવામાં આવ્યું જેમાં માનાંક મિત્રો દ્વારા સમગ્ર લાઠીના તેમજ લીલીયાના દુકાનદારો ગ્રામજનો તથા ઘરે ઘરે જઈને ISI હોલમાર્ક તેમજ ઉપયોગમાં લેવામાં આવતી ચીજવસ્તુઓના માપદંડ ગુણવત્તા ગુણવત્તાની ચકાસણી તેમજ જાગૃતતા અંગે માહિતીગાર કરવામાં આવ્યા.
આ પ્રસંગે માનાંક અધિકારી શ્રી અમનસિંહ દ્વારા લીલી ઝંડી આપીને કેમ્પેઇનની ચલાવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગને પ્રોત્સાહિત કરવા શ્રી અમૃતબા વિદ્યાલયના આચાર્યશ્રી હસમુખભાઈ કરડ તથા મેન્ટર શ્રી નીષ્માબેન ત્રિવેદી તથા અમૃતબા શાળા પરિવાર દ્વારા જેહમત ઉઠાવી હતી.
રિપોર્ટ:- ઈમરાન પઠાણ, લીલીયા મોટા