આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ગાંધીનગરના પ્રમુખ ડૉ જગદીશ પટેલ અને સ્માર્ટ કિડ્સ સ્કૂલના પ્રિન્સિપાલ કમ ઓનર સ્નેહા પટેલે ફ્લેગ ઓફ કરીને સાયકલોથોનની શરૂઆત કરી હતી.
આ બાળકો માટે એક મનોરંજક પ્રસંગ હતો અને ઊર્જા બચાવવા માટે જાગૃતિ કાર્યક્રમ પણ હતો.ઇવેન્ટના મુખ્ય આકર્ષણોમાં ડિઝની કેરેક્ટર, ટ્રેઝર હન્ટ, એશ્યોર્ડ મેડલ અને સેલ્ફી ઝોન હતા. જ્યાં લગભગ ૫૦૦ બાળકોએ આનંદ માણ્યો હતો.૨ થી ૬ અને ૬ થી ૯ વય જૂથના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
બાળકો દ્વારા સાયકલને સુંદર રીતે શણગારી અને તેના પર પ્લે કાર્ડ દ્રારા ઊર્જા બચાવવા માટે મેસેજ આપવામાં આવ્યો હતો. અને જો સાયકલોથોન નું ફરીથી આયોજન કરવામાં આવે તો તેઓ જોડાવા માટે પ્રેરિત થયા હતા. ગાંધીનગરના સુંદર બાળકો પ્રત્યેનો આ ખરેખર ખૂબ જ ઉત્સાહી અભિગમ હતો. કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સ્માર્ટ કીડ્સ સ્કુલ ના સર્વે ટીચર અને રોટરી ક્લબના સભ્યો ધ્વારા ખુબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ:- સુનિલ રાવલ, ગાંધીનગર