DYSP હરેશ વોરા, ડેપો મેનેજર એ.પી. કરમટાની વહીવટી સૂઝબૂઝથી પરીક્ષાર્થીઓને રાહત
નાસ્તો, પીવાના પાણીથી લઈને એસટી બસોમાં પરીક્ષાર્થીઓની વ્યવસ્થાઓમાં ચાવી રૂપ ભૂમિકા ભજવતા અભિનંદનના અધિકારીઓ
સાવરકુંડલામાં જુનિયર ક્લાર્ક ની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા આવી પહોંચેલા પરીક્ષાથીઓને પરત વતન પહોંચવા માટે સાવરકુંડલા એસટી ડેપોના મેનેજર એ.પી કરમટા એ અલગ અલગ રૂટો ફાળવી પરીક્ષાથી ઘરે પહોંચી શકે તે માટે એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા ગોઠવી પરીક્ષાર્થી ઓને હુંફ આપવાનું સુંદર કાર્ય કર્યું હતું ત્યારે સમગ્ર ગુજરાતમાં મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપવા અલગ અલગ જિલ્લામાંથી પરીક્ષા સેન્ટરે પહોંચ્યા હતા ત્યારે સાવરકુંડલામાં જુદા જુદા જિલ્લાઓમાંથી પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓ ને વહેલી સવારે પરીક્ષાનું પેપર ફૂટ્યા ના સમાચાર મળતા નિરાશ થયેલા પરીક્ષાર્થીઓ ઘરે જવા માટે સાવરકુંડલા એસટી ડેપો મથક ખાતે પહોંચ્યા હતા ત્યારે પરત જઈ રહેલા પરીક્ષાઓને મુશ્કેલી ન પડે શાંતિમય રીતે પોતાના ઘરે પહોંચી શકે તે માટે સાવરકુંડલા ડેપો મેનેજર એ.પી.કરમટા દ્વારા તાત્કાલિક એસટી બસોના રૂટની બસોમાં પરીક્ષાર્થીઓને બેસાડવા, પીવાના પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ હતી તેમજ જૂનાગઢ રૂટની 3 બસો, મહુવા રૂટની 1 અને 1 ઊના રૂટની બસો સ્પેશિયલ ફાળવીને પરીક્ષાર્થીઓ હેરાન ન થાય તેની તકેદારી રાખવા ડેપો મેનેજર એ.પી.કરમટા ખડેપગે રહ્યા હતા વહેલી સવારથી બપોર સુધી એસટી બસ મથક પરથી પરીક્ષાર્થીઓ બસમાં આરામથી બેસી ને ઘરે પરત પહોંચે તેવી સુંદર વ્યવસ્થાનો ભાગ ભજવ્યો હતો ત્યારે જુદા જુદા રૂટો પર એક્સ્ટ્રા બસો ફાળવી હતી શાંતિ રીતે પોતાના ઘરે પહોંચી શકે તે માટે સરાહનીય કામગીરી કરી હતી પરત ફરી રહેલા પરીક્ષાર્થીઓની ભીડ સાવરકુંડલા એસટી ડેપો ખાતે ઉમટી પડી ત્યારે સાવરકુંડલા ડિવિઝનના ડિ.વાય.એસ.પી. હરેશ વોરા સહિત પોલીસ ટીમ વ્યવસ્થા ના ભાગરૂપે એસટી ડેપો એ પહોંચ્યા હતા ત્યારે એસટી વિભાગ અને પોલીસ પ્રશાસન દ્વારા તમામ વિદ્યાર્થીઓ પોત પોતાના ઘરે પહોંચી શકે તે માટેની ઉડીને આંખે વળગે તેવી સુંદર વ્યવસ્થા કરી અને આવેલા પરીક્ષાર્થીઓને સુખમય રીતે રવાના કરવામાં ચાવી રૂપ ભૂમિકા અધિકારીઓએ ભજવેલ હતી
રિપોર્ટ:- ઈમરાન પઠાણ, લીલીયા મોટા