Gujarat News9
Other અખબારી યાદી ગાંધીનગર ગુજરાત નેશનલ રાજકારણ શૈક્ષણીક

સોજા હાઈસ્કૂલના સારસ્વતશ્રી રાકેશ પ્રજાપતિ India Excellence Award-23 થી સન્માનિત

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોલૈયા ગામના વતની અને સોજા હાઈસ્કૂલના સારસ્વતશ્રી રાકેશ પ્રજાપતિ “રાહી”ની *”India Excellence Award-23″* માટે પસંદગી કરવામાં આવી છે.
India News Index દ્વારા એમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે સવિશેષ, ઉત્તમ, પ્રશંસનીય અને ઉત્કૃષ્ટ કામગીરી તેમજ સમાજ સશક્તિકરણ માટેના હકારાત્મક અભિગમ બદલ સોજા હાઈસ્કૂલના સારસ્વતશ્રી રાકેશ પ્રજાપતિ “રાહી”ને આ પુરસ્કારથી અભિવાદિત કરવામાં આવ્યા હતા.
ભારત સરકાર દ્વારા પ્રમાણિત એક પ્રતિષ્ઠિત ગૃપ એવી India News Index સંસ્થાના ઉપક્રમે શ્રેષ્ઠ શિક્ષક એવા રાકેશ પ્રજાપતિની પસંદગી થવી એ સોજા હાઈસ્કૂલ તેમજ સોલૈયા પ્રજાપતિ પરિવાર અને સમસ્ત પ્રજાપતિ સમાજ માટે ગૌરવપ્રદ ઘટના છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાકેશભાઈ પ્રજાપતિને એમની શિક્ષણ અને સમાજસેવાની હકારાત્મક પ્રવૃત્તિઓની ફળશ્રૃતિરૂપે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવ્યાં છે.
શ્રીમાન “રાહી” ગુજરાત રાજ્ય અને ભારતભરની વિવિધ સામાજિક-ધાર્મિક-શૈક્ષણિક-જાહેર સેવાભાવી સંસ્થાઓ સાથે અવિરત સેવારત છે એમ એક અખબારી યાદીમાં શાળાના આચાર્યશ્રી ભાવેશભાઈ જોષી જણાવે છે.

બ્યુરો રિપોર્ટ:- ગુજરાત ન્યૂઝ9

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

વાવાઝોડા દરમિયાન ઓક્સિજનના પરિવહનમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે જિલ્લા પોલીસ દ્વારા હાઇવેને ગ્રીન કોરિડોર જાહેર કરાયો

Gujrat News9

સુ આપ જાણો છો પાળિયા સબ્દ વિષે ?

Gujrat News9

મોડાસા તાલુકાના બોલુદરા,જીવણપુર વિસ્તારમાં રાસાયણિક ખાતરની તંગી

Gujrat News9

Leave a Comment