જેતપુર ધારાસભ્યશ્રી જયેશભાઇ રાદડીયાના માર્ગદર્શન હેઠળ કાર્યરત જેતપુર માર્કેટીંગ યાર્ડ સૌરાષ્ટ્રની મધ્યમાં આવેલ બેતો માટે વીધા યુકત નવી સીઝનમાં જેતપુર વિસ્તારમાં તેમજ આજુબાજુના તાલુકાના વિસ્તારમાં ઘઉંનું વાવેતર ખુબજ મોટા વિસ્તારમાં થયેલ હોય જેથી ખુબ સારી કવોલીટીમાં ઘઉંનું ઉત્પાદન ચાલુ થયેલ છે. જેતપુર તાલુકાના બજાર વિસ્તારના કમાન્ડ એરીયાના ઘઉંનું ઉત્પાદન દર વર્ષે ખુબજ સારૂ રહે છે.
આજ રોજ જેતપુર માર્કેટ યાર્ડ ખાતે નવા ઘઉંની આવકના શ્રીગણેશ થયેલ. ચેરમેનશ્રી જયંતીભાઇ હીરપરા, વા.ચેરમેનશ્રી હરેશભાઇ ગઢીયા, પૂર્વ ચેરમેનશ્રી દિનેશભાઇ ભુવા, ભરતભાઇ ગોંડલીયા તેમજ તમામ ખેડુતોની હાજરીમાં નવા ઘઉંની હરરાજી કરેલ.
નવા ઘઉંમાં આજરોજ ભાવ પ્રતી
૨૦ કિ.લો. ના રૂા.૧૧૧૧/- ના ઊંચામાં વિક્રમી ભાવે નિલકંઠ ટ્રેડીંગ રીતુલભાઇ ગજેરાએ ખરીદ કરેલ. નવા ઘઉંની હરરાજીમાં જેતપુર યાર્ડના વેપારીઓએ ખુબજ ઉત્સાહીત ભાગ લઇ ઘઉં ઉચ્ચતમ ભાવોએ ખરીદ કરેલ જેનાથી ખેડુતભાઇઓએ ખુશી વધુમાં ચેરમેનશ્રી વ્યક્ત કરેલ.
જેતપુર માર્કેટ યાર્ડમાં નવા ઘઉંની આવકો શરૂ થતા પ્રથમ દિવસે ૭૫ ક્વિન્ટલની આવકો થતા તેની
વધામણીમાં ધારાસભ્યશ્રી જયેશભાઇ રાદડીયાએ માર્કેટ યાર્ડના ચેરમેનશ્રી જયંતીભાઇ હીરપરા, વા.ચેરમેનશ્રી હરેશભાઇ ગઢીયા, વેપારી એસોસીએશને, દલાલ મંડળ, કર્મચારી ગણ તથા ખેડૂતોને શુભેચ્છાઓ પાઠવી હતી.
તથા વા.ચેરમેનશ્રીએ ઘઉંની ખેતી કરતા ખેડુતોને ઘઉંનું ઉત્પાદન થતા જેતપુર માર્કેટ યાર્ડમાં વેચાણ માટે ઘઉં લઈ આવવા અનુરોધ કરેલ.
રિપોર્ટ:- આશિષ પાટડિયા જેતપુર