લીલીયા મોટા ની તાલુકા પંચાયત ખાતે
સામાન્ય સભા મળેલ જેમાં તાલુકા પંચાયત પ્રમુખ વિલાસબેન બહાદુર ભાઈ બેરા ના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને વંચાણે લઇને બહાલ કરાઇ હતી. જ્યારે તાલુકા પંચાયતના ખર્ચના હિસાબોને મંજૂર કરાયા હતા.
તાલુકા પંચાયત કચેરી લીલીયા ખાતે તા.૩૦/૦૧/૨૩ ના રોજ સામાન્ય સભા મળી આ તકે લીલીયા સાવર કુંડલા ના લોકપ્રિય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા નીં ખાસ ઉપસ્થિતિ રહી હતી.
આ તકે જિલ્લા પંચાયત સદસ્ય અને શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઇ દુધાત, જિલ્લા પંચાયત સદસ્ય રમીલા બેન ભીખા ભાઈ ધોરાજીયા તાલુકા પંચાયત પ્રમુખ વિલાસબેન બહાદુર ભાઈ બેરા,વિપક્ષ નેતા રાશીભાઈ ડેર વિ. હાજર રહ્યા. આ તકે નાણાકીય વર્ષ ૨૩/૨૪ માટે ૨૭કરોડ ની પૂરાંત વાળું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું.
સાથે આયોજન મંડળ ની બેઠક માં રૂ.૧કરોડ ના વિવિધ ગામો માં વિકાસલક્ષી કામ મંજુર કરવામાં આવ્યા હતા.મનરેગા યોજના નું વાર્ષિક બજેટ રૂ.૧.૩૪ લાખ ને બહાલી આપવામાં આવી હતી.
આ તકે તાલુકા પંચાયતના તમામ શાખા અધિકારી શ્રીઓ કર્મચારીશ્રીઓ હાજર રહેલા સમગ્ર સંચાલન તાલુકા વિકાસ અધિકારી શ્રી હેતલબેન કટારા તથા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી કિશોરભાઈ આચાર્ય એ કરેલ હતું.
રિપોર્ટ:- ઇમરાન પઠાણ