અત્યારે મહેશ્વરી સમાજ માં ધાર્મિક મહિનો માઘ મહિનો ચાલી રહ્યો છે..મુંદરા શહેર મઘ્યે મહેશ્વરી મેઘવાળ સમાજ ના ચોવીસ (૨૪) માઘ સ્નાની ભાઇઓ આખો મહિનો માઘ માસ નો હોય છે. તેનું ચુસ્ત પાલન કરી રહ્યા છે. વ્રત ધારણ કરેલ છે.. અત્યારે ત્રેવિસ( ૨૩) માઘ સ્નાન વ્રત પુર્ણ થયેલ છે.. પોષ વદ -૩ ત્રીજ થી શરુ થતા આ મહેશ્વરી સમાજ ના પવિત્ર માઘ માસ નો માઘ વદ-૪ ના પુર્ણ થાય છે.. માઘ સ્નાન વ્રત ની બારમતિ પંથ અને માતંગ શાસ્ત્રો ના વિધિ વિધાનથી તેની પુર્ણાહુતી કરવામાં આવે છે. એજ દિવસે બારમતિ પંથ ના સ્થાપક મહેશ્વરી મેઘવાળ સમાજ ના ઇષ્ટ દેવ પરમ પુજ્ય શ્રી ધણી માતંગ દેવ નું જન્મ દિવસ હોય છે.. એની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. મુંદરા શહેર મઘ્યે શોભા યાત્રા મહેશ્વરી સમાજ દ્વારા કાઢવામાં આવે છે.. એક મહિના સુધી આ માઘ સ્નાન વ્રત ની કઠીન પ્રક્રિયા નું પાલન માઘ સ્નાની ભાઇઓ ને કરવાનું હોય છે. છત્રીસ પ્રકારના નિયમો નું પાલન કરવા નું હોય છે.
બ્રહ્મચર્ય વ્રત નું પાલન કરવા નું હોય છે. અહિંસા નું પાલન કરવા નું હોય છે.. સવારે ત્રણ વાગ્યે વહેલા ઉઠીને કડકડતી ઠંડીમાં ગામની નજીક આવેલ જળાશયોમાં ઠંડા પાણીથી નાહવા નું હોય છે.. ત્યાં નાઇને ધોઇને ભીની પોત, પાણી થી ભીંજાયેલ સફેદ વસ્ત્ર ધોતીયો શરીર ઉપર ધારણ કરી ને મૌન વ્રત ધારણ કરી ખુલ્લા પગે પગપાળા ચાલીને પોતાના ઘરે પરત આવવા નું હોય છે. દર પાંચ દિવસે હર મૈસર નું પુજન કરવામાં આવે છે.. દર પાંચ દિવસે અલગ-અલગ જગ્યાએ નાહવા માટે જવાનું હોય છે.. જે વિધિ માં માતંગ દેવ ના વંશજો માતંગ ધર્મગુરુઓ હાજર હોય છે..
માતંગ ધર્મગુરુઓ ના માર્ગદર્શન પ્રમાણે અને સંગ ના મુખી ના સુચન પ્રમાણે તમામ ચોવીસ માઘ સ્નાનીઓ કઠીન માઘ સ્નાન વ્રત નું પાલન કરે છે. માઘ સ્નાન મહિના માં શ્રી લુણંગ દેવ ,શ્રી ગણેશ દેવ પાસે વહેલા ઉઠીને સ્નાન કરીને દરરોજ પુજા પત્રી વિધિ માઘ સ્નાની ભાઇઓ ને ઘરે કરવાની હોય છે. એમનું પુજન પત્રી વિધિ થઇ ગયા બાદ સર્વે ધાર્મિક ક્રિયાઓ, રોજ બરોજ ના સાંસારિક કાર્યો કરવા ના હોય છે.. ત્યાર બાદ પાણી અન્ન નું ગ્રહણ કરવાનું હોય છે.. સાથે આ મહિના દરમિયાન બારમતિ પંથ ના અનુયાયીઓ મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા બારમતિ પંથ ની ધાર્મિક વિધિ પોતાના ઘરે તેમજ સમાજ ના ધાર્મિક સ્થળો એ કરવામાં આવે છે. ત્યાં તમામ માઘ સ્નાની વ્રત ધારી ભાઇઓ વડીલો યુવાનો તેમના ઘરે જાય છે. એમને વાયક આમંત્રણ આપવામાં આવે છે. ત્યારે આ તમામ માઘ સ્નાની વ્રત ધારી ભાઇઓ ત્યાં ધરે ધાર્મિક સ્થળે જાય છે. અને રોજ વહેલી સવારે માતંગ ધર્મગુરુઓ દ્વારા બારમતિ પંથ અને માતંગ શાસ્ત્રો ના વિધિ વિધાન છે. તેનું જ્ઞાન માઘ સ્નાની ભાઇઓ વડીલો યુવાનો, મહિલાઓ ને આપવામાં આવે છે.. એમના પરિવારો પણ જ્ઞાન નો લાભ લે છે. સમગ્ર મહિના દરમિયાન માઘ સ્નાન વ્રત ધારણ કરનાર વડીલ યુવાન બાળક તે પરણિત કે અપરણિત હોય છે..એમના ઘરે પહોંચે ત્યારે એમના પરિવાર ની મહિલા સભ્ય પત્ની હોય કે માતા એમની ધાર્મિક વિધિ માં આખો મહિનો સાથ સહકાર આપે છે.. એ મહિલા સભ્ય પણ સવારે વહેલા ઊઠીને નાઇ ધોઇને સ્નાન કરીને બારમતિ પંથ ના નિયમો પ્રમાણે માઘ સ્નાની ભાઇઓ સાથે પુજા પાઠ વ્રત માં સામેલ હોય છે..અત્યારે મુંદરા શહેર મઘ્યે માતંગ ધર્મ ગુરૂ શ્રી લક્ષ્મણ ભાઇ માતંગ અને શ્રી જીવરાજ ભાઇ માતંગ ના માર્ગદર્શન પ્રમાણે મુખી શ્રી ખેરાજ ભાઇ મહેશ્વરી અને સહ મુખી માવજીભાઈ ચુઇયા ની આગેવાનીમાં (૧, રાજેશભાઈ હિરજી સીજુ, કાનજીભાઈ સીજુ, મહેશ સોધમ, એડવોકેટ કાનજીભાઈ સોંઘરા એડવોકેટ,, વિગેરે ચોવીસ માઘ સ્નાની ભાઇઓ એ કઠીન માઘ સ્નાન વ્રત નું કઠીન તપ કરી રહ્યા છે…… મુંદરા શહેર મહેશ્વરી મેઘવાળ સમાજ ના પ્રમુખ શ્રી મગનભાઈ ધુવા અને એમની ટીમ દ્વારા આખા મહિના દરમિયાન વ્રત ધારણ કરનાર માઘ સ્નાની ભાઇઓ અને ધર્મગુરુઓ ને સમાજ ના નિયમો પ્રમાણે માર્ગ દર્શન આપવામાં આવે છે... લેખ તૈયાર કરનાર,સંકલન – શ્રી કાનજીભાઈ સોંઘરા એડવોકેટ મુંદરા કચ્છ પ્રમુખ શ્રી મુંદરા તાલુકા મહેશ્વરી મેઘવાળ સમાજ.
રિપોર્ટ:- ઇમરાન અવાડિયા, મુન્દ્રા કચ્છ