મહેશ્વરી મહેશ સંપ્રદાયના આરાધ્ય ઈષ્ટદેવ બારમતિ પંથના આદ્યસ્થાપક શ્રી ધણી માતંગ દેવની આજ રોજ દર વર્ષની જેમ મુન્દ્રા મધ્યે બેન્ડ બાજા તેમજ ડી.જે. સાથે ધામ ધૂમ પૂર્વક શોભાયાત્રા કાઢવામા આવેલ જે મુન્દ્રા નગરના જાહેર માર્ગોથી પસાર થઈ શ્રી મતિયા દેવ મંદિરે પૂર્ણ થયેલ.
જ્યાં મુન્દ્રા મહેશ્વરી સમાજના ૨૪ ભાઈઓ એ પોષ વદ ચોથ થી માઘસ્નાન વ્રત ધારણ કરેલ જે આજે પૂર્ણ થતો હોઈ બારમતિ પંથ મંડાવી પવિત્ર પાવન માઘસ્નાન વ્રતની આજરોજ મહાવદ ચોથના પૂર્ણાહૂતિ યોજાઈ હતી.
આજના પ.પૂ.શ્રી ઘણી માતંગ દેવ જન્મોત્સવની ઉજવણી અને માઘસ્નાન વ્રતની પૂર્ણાહૂતિ પ્રસંગે મુન્દ્રા મહેશ્વરી સમાજ દ્વારા શોભાયાત્રા સાથે ધાર્મિક કાર્યક્રમોનો આયોજન કરવામા આવેલ.
જે કાર્યક્રમમા મહેશ્વરી સમાજના ડો. એલ.વી. ફફલ સાહેબ, મંગલભાઈ ખાંખલા, મુન્દ્રા ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી હરિભાઈ ઝોલા, મુન્દ્રા તાલુકા મહેશ્વરી સમાજ પ્રમુખ એડવોકેટ કાનજીભાઈ સોંધરા, માઘસ્નની સંઘના મુખી ખેરાજભાઈ રોલા, એડ, રવિ મહેશ્વરી, રમેશભાઈ આયડી, હરેશભાઈ મોથારીયા ભરતભાઈ પાતારીયા, રાજેશભાઈ સીજુ, ભરત સોંધરા, શામભાઈ સોધમ, મનિષ ધેડા, તેમજ કાન્તાબેન સોધમ, નગરપાલિકાના કાઉન્સિલર નિમિતાબેન પાતારીયા વગેરે હાજર રહ્યા હતા.
મુન્દ્રા નગર મધ્યે નિકળેલ સામૈયાનો વિવિધ સમાજના આગેવાનો સંગઠનો દ્વારા સ્વાગત સાથે માઘસ્નાનીઓનો સન્માન કરાયો હતો નગરપાલિકા પ્રમુખશ્રી કિશોરસિંહ પરમાર, તેમજ સલીમ ભાઈ જત, પ્રણભાઈ જોષી, કપિલભાઈ કેશરીયા, મુકેશભાઈ ગોર, અનુબાપા, પ્રવિણસિંહ યાદવ, નવિનભાઈ માકાણી, ડાહ્યાલાલ ગોહિલ, જાવેદભાઈ પઠાણ વગેરે આગેવાનો દ્વારા સામૈયામા જોડાયા હતા.
શ્રી ધણી માતંગ દેવ જન્મોત્સવ ૨૦૨૩, અને માઘસ્નાન વ્રતધારીઓના વ્રતની પૂર્ણાહૂતિ કાર્યક્રમનો સંચાલન મહેશ્વરી સમાજ મુન્દ્રાના પ્રમુખ મગનભાઈ ધુઆ, મહામંત્રી ભવાનજી સોધમ, ક્લ્યાણ ભાઈ ચૂંઈયા, અશોકભાઈ સોધમ, જીતેન્દ્ર ભાઈ આયડી, અશોકભાઈ એમ. સોધમ તેમજ સમસ્ત મુન્દ્રા મહેશ્વરી સમાજ સમિતિ વતિ કરવામા આવેલ, ધાર્મિક કાર્યોમા સમાજના ધર્મગુરુશ્રી જીવરાજભાઈ માતંગ, લક્ષ્મણભાઈ માતંગ, મહેશભાઈ માતંગ વગેરે ધર્મગુરુઓ હાજર રહ્યા હતા. જ્યારે મુન્દ્રા સમાજના યુવાઓના નજકરમ ગ્રુપ, મેરપંખી ગ્રુપ સાથે મહેશ્વરી સમાજની મહિલાઓ ના માતા લખણઈ દેવી ગ્રુપની મહિલા સમિતિ વતિ ખૂબ જ સારો એવો સાથ સહયોગ મળેલ એવું પ્રમુખશ્રી મગનભાઈ ધુઆની યાદીમા જણાવાયું હતું..
રિપોર્ટ:- ઇમરાન અવાડિયા, મુન્દ્રા કચ્છ