અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા મથકે આવેલી તાલુકા આરોગ્ય અધિકારીની કચેરી છેલ્લા ઘણા વર્ષોથી ઇન્ચાર્જમાં ચાલી રહી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
સરકારી વિભાગમાં અધિકારીઓની ઘટ એ નવી વાત નથી.
આવું જ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં પણ ચાલી રહ્યું છે
બાયડ તાલુકામાં મથકે આવેલી તાલુકા આરોગ્ય કચેરી છેલ્લા ઘણા વર્ષોથી ઇન્ચાર્જ અધિકારીના ચાર્જમાં ચાલી રહી છે બાયડ તાલુકામાં છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ત્રણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને એક અર્બન હેલ્થ સેન્ટર આવેલું છે છતાં ઘણા વર્ષોથી તાલુકા આરોગ્ય અધિકારીની જગ્યા ઈન્ચાર્જ અધિકારીના તાબામાં ચાલી રહી છે…!!!
જે આવડા મોટા વહીવટી વિસ્તાર ધરાવતા તાલુકા માટે શરમની બાબત છે. બાયડ તાલુકો ઘણો મોટો વહીવટી વિસ્તાર અને 2 લાખ ઉપરાંતની વસ્તી ધરાવતો તાલુકો છે અહીં તાલુકાની જનતાના આરોગ્ય સામે કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી કોની… ?.. આ મોટો પ્રશ્ન છે.
રાજ્ય સરકાર દ્વારા સુદ્રઢ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની ખાતરી અપાય છે પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે ઘણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ પૂરતો સ્ટાફ નથી અને તાલુકા આરોગ્ય અધિકારીની જગ્યા ઇન્ચાર્જ અધિકારીના તાબામાં ચાલે છે એટલે કે ભગવાન ભરોસે કહેવાય તો હવે આરોગ્ય વિભાગે બાયડ તાલુકાના લોકોના આરોગ્યની ચિંતા કરી સત્વરે કાયમી તાલુકા આરોગ્ય અધિકારીની નિયુક્તિ કરવામાં આવે તેવી લોકમાંગ પ્રવર્તી રહી છે.
રિપોર્ટ:- ભુપેન્દ્રસિંહ ઝાલા, બાયડ અરવલ્લી