Gujarat News9
Other અખબારી યાદી ગુજરાત રાજકારણ સુરત

ખરેખર બાળકોને વેકેશનમાં સંભાળવા અઘરા છે.

બાળકોની પરીક્ષા પુરી થઈ છે હવે બાળકો શાળામાં જશે નહી.24/7 ઘરમાં જ રહેશે. પહેલા બાળકો શેરી મોહલ્લા ગજવતા હતા બાળકોના સર્વાંગી વિકાસ માટે સેંકડો શેરી રમતો હતી
આજના બાળકોએ ગિલ્લી દંડા લખોટીઓ મંજીઓ કદાચ જોઈ પણ નહી હોય .કબડ્ડી સંતાકુકડી આંબલી પીપળી તો ક્યાંથી રમ્યા હોય? ઉભો ખો તો કોણે ખબર હોય ?
બે ચાર પથ્થર એક પર એક મુકી દુરથી પથ્થર ટીચવાની મજા હવે ક્યાંથી મળે?
સિગારેટ માચિસના ખાલી ખોખાની પણ કેટલી બધી રમતો હતી .અરે ખાલી ટાયરથી પણ બાળકો રમતો રમી લેતા હતા સમય પસાર કરવા સાથે તન મનનો વિકાસ થતો હતો શરીર કસાતું હતું એકતા ભાઈચારો સંપ ના પાઠો શીખવા મળતા હતા .બધું બધા વચ્ચે વહેંચીને ખાવાની આદત પડતી પતી.કશું છોડવું પડે તો છોડી દેવું જેવો અગત્યનો પાઠ શીખવા મળતો હતો .શારીરિક સાથે માનસિક ઘડતર ચણતર પણ થતું હતું
હવે મોબાઈલ ઈન્ટરનેટના યુગમાં બાળકો મોબાઈલમાં ગેમ રમવામાં સમય પસાર કરે છે ગેમ રમતા રમતા કોઈનું પણ કઈ સાંભળતા નથી.કેટલીક ગેમ બાળકોને ભયંકર નુકસાન કરે છે
: ભમરડો રમતા કેટલા બાળકોને આવડે છે ? આંગળીઓ કુંડાળામાં મુકી ચકલી ઉડે પોપટ ઉડે કોણ કોણ રમતું હતું.ઝાડ પરથી કેરીઓ તોડીને કોણે કોણે ખાધી છે ? ઝાડની વડવાઈઓ પર લટકતા ઝુલા ખાતા કોણે આવડે છે? નદી તળાવમાં નાહવાનું તો એક લકઝરી હતી .
હવે બાળકોને વેકેશન મળતા બાળકો ઘરમાં છે.તકલીફ એ છે કે વાલીઓને વેપાર રોજગાર નોકરી દુકાન ઓફીસના વેકેશનની શોધ હજી થઈ નથી તેથી કેટલા વાલીઓ બબડાટ કરે છે આના કરતાં સ્કુલ ચાલુ હોય તો સારું
વાલીઓએ રવિવારે તેમનાં નજદીકના કોઈ હરવા ફરવાના સ્થળે બાળકોને લઈ જાય તો બાળકોને મજા પડી જાય અને વાલીઓનું માઇન પણ ફ્રેશ થાય.ઓછા ખર્ચે વધુ મજા કરી શકાય .સવારે જઇ સાંજે પાછા આવી જવાય હાડમારી ઓછી થાય ખર્ચો પણ ઓછો થાય.અને બહાર જઇ આવ્યા એમ કહેવાય.

ફ્રિલાન્સ પત્રકાર:- અબ્બાસભાઈ કૌકવાલા

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

ભાવનગર જિલ્લના ભારાપરા ગામમાં પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન માટે બનાવેલ શેડમાં થયેલ મોટો ભ્રસ્ટાચાર તપાસ કરાવી ભ્રસ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવા બાબતે ઉચ્ચ અધિકારી ગાંધીનગર સીતારામ સેવા ગ્રુપ રાણીગામના માર્ગદર્શન હેઠળ રજૂઆત કરવામાં આવી

Gujrat News9

જાણો આપ જામનગરમાં કઈ જગ્યા પર જઈ લઈ શકશો કોરોના પ્રતિરોધક રસી?

Gujrat News9

મડાણા SRP ગ્રુપ-૩ના જવાનોએ અંબાજી મંદિર પર ધજા ચડાવી

Gujrat News9

Leave a Comment